અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઇ લેવાયો મોટો નિર્ણય

કોરોનાની વૈશ્વિક મહામારી આપણી પરંપરાઓ અને વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન કરીને ઝંપશે. અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજનને લઈને મોટો નિર્ણય લેવાયો છે. આ વર્ષે અપાઢી બીજના દિવસે યોજાનાર રથયાત્રામાં ભગવાનના રથ સાથે માત્ર મંદિરના મહારાજ અને પુજારીઓ જ હાજર રહેશે. સામાન્ય ભક્તોને ટીવી અને મીડિયાના માધ્યમથી રથયાત્રા નીહાળવા અપીલ કરવામાં આવી છે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે આ વર્ષે પરંપરા મુજબ રથયાત્રા તો નીકળશે જ પરંતુ રથમાં માત્ર પુજારીઓ અને મહારાજ હાજર હશે. દર વર્ષની જેમ રથયાત્રામાં જોડતાં લોકોએ આ વખતે ટીવી અને મીડિયાના માધ્યમથી જ રથયાત્રા નીહાળવાની તૈયારી રાખવી જોઈએ.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે 20મી મેંના રોજ અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ થશે. તેમાં સંપૂર્ણ આયોજન મુદ્દે ચર્ચા થશે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે વધુ લોકો એકઠા નહીં થઈ શકે.

દર વર્ષે અમદાવાદમાં નીકળનારી રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રામાં લાખો ભક્તો અને સાધુસંતો જોડાયને અવસરનો અનેરો લ્હાવો ઉઠાવે છે. ત્યારે વૈશ્વિક રોગચાળા કોરોનાના કારણે મંદિરના ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીમાં મંદિરના ટ્રસ્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ગાદીપતિ તેમજ ટ્રસ્ટના લોકો જ જલયાત્રામાં જોડાશે. ભૂદરના આરે માત્ર ટ્રસ્ટીઓ અને ગાદીપતિ જ પુજા કરશે.

એટલું જ નહીં, જલયાત્રાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. 5 જૂને અમદાવાદમાં જલયાત્રા યોજાશે. 5 જૂને નીકળનારી જલયાત્રામા ભક્તો જોડાઈ શકશે નહીં, જેથી જગતના નાથની જલયાત્રામાં ભક્તોને પ્રવેશ ના આપવાનો નિર્ણય તેમને દુ:ખ પહોંચાડનારો બન્યો છે. તમને જણાવીએ કે, અમદાવાદમાં દર્ વર્ષે જલયાત્રામાં 2થી 3 હજાર ભક્તો તેમજ સાધુ સંતો જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખી મંદિરના સૌથી મોટો નિર્ણય લીધો છે. મંદિરના ગાદીપતિ તેમજ મંદિર ટ્રસ્ટના લોકો જ જલયાત્રામાં હાજર રહી રહેશે. સાબરમતિના સોમનાથ ભૂદરના આરે માત્ર મંદિર ટ્રસ્ટ અને ગાદીપતિ જ ગંગાપુજન કરી કરશે.

The post અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઇ લેવાયો મોટો નિર્ણય appeared first on Gujju Media.