અમદાવાદ મનપાએ શહેરમાં 5 નવા બ્રિજનું કર્યું નામકરણ,જાણો શું રાખવામાં આવ્યા નામ

દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલ લૉકડાઉનને કારણે તમામ ઉદ્યોગ-ધંધા તો સરકારી કામકાજ પણ ઠપ્પ પડ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે બધુ જ રાબેતા મુજબ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.


ત્યારે આજે અમદાવાદ મનપાએ શહેરમાં 5 નવા બ્રિજનું નામકરણ કર્યું છે.મળતી માહિતી મુજબ અમદાવાદનો વિકાસ દિવસેને દિવસે થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ચાર રસ્તાઓ પર અંડરપાસ, ઓવર બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા એક વર્ષમાં પાંચ નવા બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જો કે, છેલ્લા એક વર્ષથી બ્રિજનું નામકરણ અદ્ધરતાલ થઇ ગયું હતુ. આજે તાજેતરમાં મળેલી AMC સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના પાંચ બ્રિજના નામકરણની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.


શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેકટ ચાલી રહ્યા છે અને કેટલાક પ્રોજેક્ટ તાજેતરમાં જ પૂર્ણ થયા છે. જો કે, શહેરમાં લૉકડાઉન અને તે પૂર્વે શહેરના પાંચ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકવામા આવ્યા હતા પરંતુ સંજોગોવશાત આ બ્રિજના નામ જાહેર કરવાના બાકી હતા.

ત્યારે આજરોજ મળેલી કમિટીની બેઠકમાં આ 5 બ્રિજના નામ પર મહોર લગાવવામાં આવી હતી.આપને જણાવી દઇએ કે ઇન્કમટૅક્સ ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ દેશના નાણામંત્રી સ્વ.અરુણ જેટલી ફ્લાયઓવર બ્રિજ આપવામાં આવ્યુ છે ત્યારે વાસણા ખાતે અંજલિ ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ વિદેશ મંત્રી સ્વ. સુષ્મા સ્વરાજ ફ્લાયઓવર બ્રિજ આપવામાં આવ્યું છે.

તેની સાથે હાટકેશ્વરમાં બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી બ્રિજ- બાપુનગર ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ મહારાણા પ્રતાપ બ્રિજ નામ આપવામાં આવ્યુ છે, ઉપરાંત રાણીપ રેલવે ક્રોસ પર બનેલા બ્રિજનું નામ આત્મનિર્ભર ગુજરાત રેલવે બ્રિજ નામ આપવામાં આવ્યું છે.

The post અમદાવાદ મનપાએ શહેરમાં 5 નવા બ્રિજનું કર્યું નામકરણ,જાણો શું રાખવામાં આવ્યા નામ appeared first on Gujju Media.