અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી

કોરોના વાયરસ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે જયપુર, તિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટનું રિડેવલપમેન્ટ અદાણી એન્ટરપ્રાઇસને સોંપ્યું છે. અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર એરપોર્ટને અદાણીએ રિડેવલપમેન્ટ માટે લઇ લીધા છે.


એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ એરપોર્ટ રિડેવલપમેન્ટમાં ખાનગી કંપનીને આપી દેવાથી 1070 કરોડનો ફાયદો થશે. આ માહિતી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી.જાવડેકરે કહ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટીને મળેલા 1070 કરોડનો ઉપયોગ નાના નગરોના એરપોર્ટના ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવશે.


તેનો બીજો ફાયદો એ છે કે યાત્રીઓને સારી સુવિધા મળશે. આ ઉપરાંત એફિશ્યન્સીમાં પણ વધારો થશે.આ ત્રણેય એરપોર્ટમાં ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલના ધોરણે અદાણી એન્ટરપ્રાઈઝને લીઝ ઉપર આપવામાં આવશે.


અદાણી એન્ટરપ્રાઈઝ સફળતાપૂર્વક દેશના ઘણા બધા એરપોર્ટને લીઝ ઉપર લઇ ચુક્યા છે. નોંધનીય છે કે દેશમાં 3 ઉપરાંત બીજા 3 એમ કુલ 6 એરપોર્ટને ગયા વર્ષે હરાજીમાં આપવાના હતા. આ હરાજીમાં અદાણીએ સૌથી ઊંચી કિંમત લગાવી હતી.


અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર એરપોર્ટને અદાણીએ રિડેવલપમેન્ટ માટે લઇ લીધા છે. જો કે તેમનું રિડેવલપમેન્ટનું કાર્ય શરુ થયું નથી કારણ કે કોરોનાને લીધે ઓપરેશન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. નોંધનીય છે કે અત્યારે હવાઈ યાત્રાઓ થઇ રહી ન હોવાને કારણે એરપોર્ટની આવકમાં મોટો ઘટાડો થયો છે.

The post અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી appeared first on Gujju Media.