અલવિદા ઇરફાખાન-ઇરફાન ખાનની કેટલીક યાદગાર ફિલ્મો,ભારત સરકારે પણ આપ્યો છે એવોર્ડ

બૉલીવુડના શાનદાર એક્ટર ઇરફાન ખાને આજે મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધો, 54 વર્ષની ઉંમરે કેન્સર સામે ઝઝૂમી રહેલા એક ટેલેન્ટેડ એક્ટરના નિધનથી બૉલીવુડ સહિત દેશભરમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

ઇરફાન છેલ્લા કેટલાય સમયથી કેન્સર સામે જીવનમરણનો જંગ લડી રહ્યો હતો. ડાયરેક્ટર શૂજીત સરકારે એક્ટરના નિધનની ખબર એક ટ્વીટ દ્વારા આપી હતી.

ઇરફાન ખાને બૉલીવુડમાં કેટલીક શાનદાર ફિલ્મો કરી છે, કેટલીક ફિલ્મો હિટ રહી તો કેટલીક સુપરહીટ. એક્ટરને બૉલીવુડમાંથી મોટા મોટા સન્માનો પણ મળી ચૂક્યા છે.

ઇરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઇફ ઇન દ મેટ્રૉ’, ‘ધ લંચ બૉક્સ’, ‘પીકૂ’, ‘તલવાર’ અને ‘હિન્દી મીડિયમ’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે.

ટેલેન્ટેડ એક્ટર ઇરફાન ખાનને ‘હાસિલ’ (નેગેટિવ રૉલ), ‘લાઇફ ઇન અ મેટ્રૉ’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) અને ‘હિન્દી મીડિયમ’ (બેસ્ટ એક્ટર) માટે ફિલ્મફેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઉપરાંત કલા ક્ષેત્રમાં ખાસ યોગદાન માટે અભિનેતાને ભારત સરકાર તરફથી દેશનું ચોથુ સૌથી મોટુ સન્માન પદ્મશ્રી પણ આપવામાં આવી ચૂક્યુ છે.

The post અલવિદા ઇરફાખાન-ઇરફાન ખાનની કેટલીક યાદગાર ફિલ્મો,ભારત સરકારે પણ આપ્યો છે એવોર્ડ appeared first on Gujju Media.