આજે ડિજિટલ પ્લેટફોર્મ ટકરાશે આ ચાર ફિલ્મો,અલગ અલગ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

કોરોના વાયરસના કારણે ઘણુ બધુ ચેન્જ થયુ છે,ઘણા ફેરફાર થયા છે, ત્યારે અત્યારે અનલોકમાં ઘણી બધી વસ્તુ ખોલી દેવામાં આવી છે,પરંતુ હજી પણ થિયેટર ખોલવામાં આવ્યા નથી.ત્યારે કોરોના વાયરસને કારણે હવે બોક્સ ઓફિસ પર ફિલ્મો રિલીઝ કરવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે.


જોકે એક ચીજ બદલાઈ નથી અને તે છે એક સાથે ફિલ્મો રજૂ કરવાનો ક્લેશ. બોક્સ ઓફિસને બદલે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવાનો સિલસિલો શરૂ કરાયો છે. આવામાં તમામ સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી ફિલ્મોના પ્રચારમાં લાગી જતા જોવા મળ્યા છે.

હવે ઘણી ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર થઈ છે તો એક રસપ્રદ વાત નોંધવામાં આવી છે.જોકે મજાની વાત તો એ છે કે અલગ અલગ પ્લેટફોર્મ પર તે રિલીઝ કરાશે. વિદ્યા, નવાઝ અને કૃણાલની ફિલ્મો અનુક્રમે એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર પર આવશે તો વિદ્યુતની ફિલ્મ ઝી5 પરથી રિલીઝ કરાશે.

વિદ્યા બાલનની શકુંતલા દેવી, કૃણાલ ખેમુની લૂટકેસ, નવાઝુદ્દીન સિદ્દિકીની રાત અકેલી હૈ અને વિદ્યુત જામનાલની યારા આ ચાર ફિલ્મો એક સાથે એક જ દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

જોકે મજાની વાત તો એ છે કે અલગ અલગ પ્લેટફોર્મ પર તે રિલીઝ કરાશે. વિદ્યા, નવાઝ અને કૃણાલની ફિલ્મો અનુક્રમે એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર પર આવશે તો વિદ્યુતની ફિલ્મ ઝી5 પરથી રિલીઝ કરાશે.

The post આજે ડિજિટલ પ્લેટફોર્મ ટકરાશે આ ચાર ફિલ્મો,અલગ અલગ પ્લેટફોર્મ પર થશે રિલીઝ appeared first on Gujju Media.