આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ

અત્યારે એક તરફ કોરોનાવાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અનુક જગ્યા પર વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે,ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને તેની પત્ની તથા બોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યા છે.

એક નિવેદનમાં બંનેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં સંકળાયેલી ત્રણ સંસ્થાઓ એક્શન એડ ઇન્ડિયા, રેપિડ રિસ્પોન્સ અને ગૂંજની તેઓ મદદ કરી રહ્યા છે. આપણો દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે આ બે રાજ્યના લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

જેને કારણે ઘણા લોકોના જીવનનો ભોગ લેવાયો છે તો ઘણાની આજીવિકા ઝૂંટવાઈ ગઈ છે.વિરાટે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કરીને આ કપલે જણાવ્યું હતું કે આસામ અને બિહારના લોકો માટે અમે પ્રાર્થના કરતા રહીશું.

વિરાટ અને મેં આ આફતમાં રાહત કાર્ય કરી રહેલી ત્રણ સંસ્થાઓને મદદ કરવાનો નિર્ણય લીધો છે અને અમે મદદ કરી રહ્યા છીએ.આ લોકપ્રિય દંપતિએ તેમના ફેન્સને પણ આ રીતે મદદ કરવાની અપીલ કરી છે.

આસામમાં પૂર અને જમીન ધસી પડવાને કારણે 133 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે 28 અને પૂરને કારણે 107 લોકોએ જીવ ગુમાવ્યા છે.

The post આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ appeared first on Gujju Media.