દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે તેના વચ્ચે એક સારા સમાચાર છે,જો તમે પણ નવુ બાઈક કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આગામી મહિની ખરીદી થોડી સસ્તી પડશે. આવુ એટલા માટે છે કે, વ્હિકલ ઈંશ્યોરન્સના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
આ માટે ઈરડાએ લોંગ ટર્મ મોટર થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સ પેકેજ પાછુ લઈ લીધુ છે.ત્યારે હવે કાર ખરીદતી વખતે 3 વર્ષ અને બાઈક ખરીદતી વખતે 5 વર્ષનું કવર લેવાનુ જરૂરી નથી. અગાઉ તેને ફરજિયાત કર્યુ હતું. આ ફેરફાર 1 ઓગસ્ટથી લાગૂ થવા જઈ રહ્યો છે. જેનાથી કરોડો લોકોને ફાયદો થશે.
મળતી માહિતી મુજબ ઈરડાએ જૂન મહિનામાં લોન્ગ ટર્મ પેકેજ થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઈંશ્યોરન્સ પોલિસી નિયમોને પાછા ખેંચતા કહ્યુ છે કે, લાંબા ગાળાની પોલીસીનું કારણ નવુ વાહન ખરીદવાનું લોકો માટે મોંઘુ સાબિત થતુ હતું. ત્યારે આવા સમયે તેને ત્રણ અને પાંચ વર્ષના લાંબા ગાળાને જરૂરી બનાવી રાખવુ યોગ્ય નહોતું.
કોઈ પણ દુર્ઘટનામાં મોટર ઈંશ્યોરન્સ પોલીસી તમને મુખ્ય રૂપે બે રીતે સુરક્ષા આપે છે. એક હોય છે ઈંશ્યોરન્સ કરાવનારનું નુકસાન, જેને ઓન ડેમેજ કહેવાય છે. મતલબ કે વાહનમાં કોઈ તૂટ ફૂટ થાય તો.આ ઉપરાંત તેમાં થર્ડ પાર્ટી એટલે કે, બીજો વ્યકિત કે, જેનું આ દુર્ઘટનાામાં નુકસાન થયુ છે, તેની પણ ક્ષતિપૂર્તિ ઈંશ્યોરન્સ કવર હોય છે. તો વળી ઓન ડેમેજ પોલીસીમાં થર્ડ પાર્ટી પોલીસીના તમામ કવર ઉપરાંત ઈંશ્યોર્ડ વ્હીકલના નુકસાનનું પણ કવર મળે છે.
The post આ તારીખથી વ્હિકલ ઈંશ્યોરન્સના નિયમોમાં થશે મોટો ફેરફાર,કરોડો લોકોને થશે ફાયદો appeared first on Gujju Media.