આ તારીખે શાળામાંથી મેળવી શકાશે ધોરણ-10ની માર્કશીટ, કરવું પડશે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્યમાં ધોરણ-10 અને 12નું પરિણામ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવું જણાવામાં આવ્યું છે.

રાજ્યમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાની માર્કશીટ 22 જૂનના રોજ શાળામાંથી આપવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓને સ્કૂલમાં માર્કશીટ લેવામાં આવતા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

મળતી માહિતી મુજબ કોરોના મહામારીને પગલે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ આ વર્ષે માત્ર ઓનલાઈન જ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં આવી નહતી.

પરંતુ હવે શિક્ષણ બોર્ડે માર્કશીટ વિતરણની તારીખ નક્કી કરી છે. જેમા ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. જ્યારે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે આગામી તારીખ જાહેર કરવામાં આવશે.

ધોરણ-10ની માર્કશીટ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા 20 જૂન એટલે કે આવતીકાલે સ્કૂલમાં મોકલવામાં આવશે. આ સાથે દરેક સ્કૂલે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે રીતે વિદ્યાર્થીઓને બોલવાશે. જેમાં સ્કૂલ દ્વારા 10-10ના ગ્રુપમાં માર્કશીટ વિતરણ કરવામાં આવશે. આગામી 22 જૂને સોમવારે વહેલી સવારથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

The post આ તારીખે શાળામાંથી મેળવી શકાશે ધોરણ-10ની માર્કશીટ, કરવું પડશે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન appeared first on Gujju Media.