આ રાજ્યોમાં આવતીકાલથી નહીં શરૂ થઇ શકે ફ્લાઇટ્સ,જાણો શું છે કારણ

કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે ઘરેલૂ ફ્લાઇટને શરૂ કરવાની તૈયારી છે પરંતુ હજુ પણ તેની સાથે જોડાયેલા નિયમોને લઇને રાજ્યોમાં ભ્રમની સ્થિતિ છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુએ યાત્રાળુ ફ્લાઇટને ફરીથી શરૂ કરવાની કેન્દ્ર સરકારની યોજનાને લઇને ચિંતા દર્શાવી છે.

આ રાજ્યોમાં દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એરપોર્ટ આવેલા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે તેને લઇને પોતાનુ વલણ સ્પષ્ટ કર્યું છે.મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે રાજ્ય સરકારે 19 મેએ પોતાના લૉકડાઉન સંબંધિત આદેશમાં સંશોધન કર્યું નથી.

આ આદેશમાં માત્ર વિશેષ ફ્લાઇટને મંજૂરી અપાઇ છે. આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે મહારાષ્ટ્ર વધારે લોકોના રાજ્યમાં આવવાને લઇને ઉત્સાહિત નથી. મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે.મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પોતાના ટ્ટિટમાં કહ્યું, ‘રેડ ઝોનમાં એરપોર્ટ ખોલવાની સલાહ બિન સમજદારીભર્યું છે.

મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુએ આ પ્રકારની ચિંતા દર્શાવતા આ યોજનાને 31 મે સુધી ટાળવાનો આગ્રહ કર્યો છે. કોરોના સંક્રમણના કેસના હિસાબે તમિલનાડુ દેશનું બીજુ સૌથી પ્રભાવિત રાજ્ય છે. જ્યારે પશ્ચિમ બંગાળે પણ વાવાઝોડા અમ્ફાનથી થયેલી તારાજીનો હવાલો આપતા કોલકાતાની ફ્લાઇટો પર ઓછામાં ઓછી 30 મે સુધી રોક લગાવવાની અપીલ કરી છે.

The post આ રાજ્યોમાં આવતીકાલથી નહીં શરૂ થઇ શકે ફ્લાઇટ્સ,જાણો શું છે કારણ appeared first on Gujju Media.