ઈન્સ્ટાગ્રામયુઝર્સ માટે આવ્યા સારા સમાચાર, ઈન્સ્ટાગ્રામ લઇને આવ્યું આ ખૂબ ઉપયોગી ફીચર

લોકડાઉનને જોઈને કંપનીઓ વીડિયો કોન્ફેરન્સિંગના નવા નવા ઓપ્શન આપવાની કોશિશ કરી રહી છે. જેમાં થોડા દિવસ પહેલા જ ફેસબુકએ પણ મેસેન્જર રૂમ્સ લોન્ચ કર્યું હતું. જેના થકી 50 લોકોની સાથે એક વીડિયો કોલિંગ કરી શકાય છે.

આ ઉપરાંત ફેસબુકે આપેલી જાણકારી પ્રમાણે મેસેન્જર રૂમના ઈન્ટિગ્રેશન ટૂંક સમયમાં વોટ્સએપ વેબમાં પણ આવી જશે. એટલે કે વોટ્સએપ ઉપર પણ 50 લોકો એક સાથે વાત કરી શકશે. પરંતુ વોટ્સએપ પહેલા કંપનીએ આનો સપોર્ટ ઈન્સ્ટાગ્રામમાં આપ્યો છે.

ઈન્સ્ટાગ્રામે ટ્વિટર ઉપર પોતાની જાણકારી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, અપડેટ બાદ યુઝર્સ ઈન્સ્ટાગ્રામમાં એક બટન ક્લિક કરીને મસેન્જર રૂમ થકી વીડિયો કોન્ફરન્સિંગ કરી શકશે. જેમાં લિંક થકી દોસ્તોને ઈન્વાઈટ કરવાનું પણ ફીચર આપવામાં આવ્યું છે.

ફોટો શેયરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે મેસેન્જર રૂમના ઉપયોગને લીને ટ્વીટ સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો. તો ચાલો જણાવીએ કે યુઝ કરીએ ફીચર. આ ફિચરને ફિચરનો ઉપયોગ કરવા માટે એપને ડાયરેક્ટ મેસેજમાં જશે. ત્યારબાદ વીડિયો ચેટનું એક આઈકોન દેખાશે.

ત્યારબાદ તમારે રૂમ ક્રિએટ કરવાનો ઓપ્શન મળશે. ત્યારબાદ તમારે લોકોને રૂમ જોઈન કરવા માટે ઈન્વાઈટ મોકલી શકશો. વીડિયો કોલિંગ માટે તમારા ફોનમાં ફેસબુક મેસેન્જર એપ હોવી જરૂરી છે.

The post ઈન્સ્ટાગ્રામયુઝર્સ માટે આવ્યા સારા સમાચાર, ઈન્સ્ટાગ્રામ લઇને આવ્યું આ ખૂબ ઉપયોગી ફીચર appeared first on Gujju Media.