ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે બનાવો એકદમ ઇઝી ડ્રિંક્સ,જે શરીરને આપશે ઠંડક

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને દિવસ થતાં ગરમીનો પારો વધુ ઊંચો જશે. જો આ સમયે શરીરનું પૂરતું ધ્યાન ન રાખવામાં આવે તો થાક, નબળાઈ તેમજ ચક્કર આવવા જેવી તકલીફ થઈ શકે છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે ઘરમાં જ ઉપસ્થિત વસ્તુમાંથી ઉપાય કરી શકીએ છીએ. આજે અમે તમને એવા બે દેશી ડ્રિંક્સ બનાવતા શીખવીશું જે પીવાથી શરીરને ઠંડક મળશે અને તેનું તાપમાન પણ મેન્ટેન રહેશે.

સામગ્રી

  • 1/2 ચમચી તકમરિયાં
  • 1 ચમચી ગોળ
  • 1 કપ પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક ગ્લાસમાં પાણી લો અને તેમાં તકમરિયા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. બાદમાં તેમાં ગોળ મિક્સ કરો. તમે ઈચ્છો તો મધ પણ ઉમેરી શકાય. જો તમને ખાટ્ટું ભાવતું હોય તો તેમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો.

તકમરિયાંના ફાયદા

તકમરિયાં ગરમીમાં પીવાતા જ્યૂસ અને શરબતમાં ઉમેરવામાં આવે છે. તકમરિયાં ગરમીને દૂર કરવાની સાથે-સાથે વજન પણ ઘટાડે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એની ભરપૂર માત્રા હોય છે. આ બીજ ફાલુદા, આઈસક્રિમ અને મિલ્કશેકમાં પણ ઉમેરવામાં આવે છે. જે લોકોને એક્ઝિમા અને સોરાયસિસ જેવી સ્કિનની બીમારી છે તેમનાં માટે પણ આ બીજ લાભદાયી છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી સ્કિનમાં કોલેજનનું પ્રોડક્શન વધે છે અને સ્કિન ગ્લોઈંગ બને છે.

The post ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે બનાવો એકદમ ઇઝી ડ્રિંક્સ,જે શરીરને આપશે ઠંડક appeared first on Gujju Media.