ઉનાળામાં આઇસ્ક્રીમ સૌને ભાવે, તો આજે જ ઘરે બનાવો એકદમ યમ્મી કેરીનો આઇસ્ક્રીમ

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. તો ગરમીમાં ઠંડી-ઠંડી આઇસ્ક્રીમ દરેક લોકોને પંસંદ આવે છે. આ વખતે બજારમાંથી જ નહીં ઘરે બનાવેલી કેરીનો આઇસ્ક્રીમ ખાઓ. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સહેલો છે. તેને ખાઇને બાળકો ખૂબ ખુશ થઇ જશે. આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય કેરીનો આઇસ્ક્રીમ.

સામગ્રી

    • કેરી- 1 કેરી
    • ફ્રેશક્રીમ- 250 ગ્રામ
    • ખાંડ – 100 ગ્રામ
    • વેનીલા એસેન્સ -1 ચમચી

બનાવવાની રીત


સૌ પ્રથમનો ઘરે કેરીનો આઇસ્ક્રીમ બનાવવા માટે કેરીને છોલીને તેનો પલ્પ નીકાળી લો. ત્યાર પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો. હવે આ મિશ્રણને એક બાઉલમાં નીકાળીને તેમા ખાંડ અને વેનીલા એસેન્સ મિક્સ કરો. ક્રીમને બ્લેન્ડરમાં ઉમેરી તેને બ્લેન્ડ કરી દો અને તેમા કેરીની પેસ્ટ ઉમેરીને ફરી વખત 3-5 મિનિટ સુધી બ્લેન્ડ કરો. હવે તેને કન્ટેનરમાં ઉમેરીને 7-8 કલાક સુધી ફ્રીઝમાં રાખો. હવે તેને સર્વિંગ બાઉલમાં નીકાળી તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો. તૈયાર છે કેરીનો આઇસ્ક્રીમ..

The post ઉનાળામાં આઇસ્ક્રીમ સૌને ભાવે, તો આજે જ ઘરે બનાવો એકદમ યમ્મી કેરીનો આઇસ્ક્રીમ appeared first on Gujju Media.