ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત

શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય છે, તો રોજ-રોજ કઇને કઇ નવી ફરારી વાનગી બનાવતા હશો તો આ વખતે કોરોના વાયરસને કારણે આપણે બહારથી પણ કોઇ વસ્તુ લાવવાનું પસંદ કરતા નથી, તો આવા સમયે ઘરે જ આપણે સરસ અને એકદમ ટેસ્ટી ફરારી વાનગી બનાવીએ તો શ્રાવણ મહિનામાં ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા

સામગ્રી

 • ૧/૨ કપ સાબુદાણા
 • ૧ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટાટા
 • ૧/૩ કપ શેકેલી મગફળી , હલકો ભુક્કો કરેલી
 • ૧/૨ ટીસ્પૂન જીરૂ
 • ૧ ટીસ્પૂન ખમણેલું આદૂ
 • ૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
 • ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
 • ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
 • સાકર
 • મીઠું , સ્વાદાનુસાર
 • તેલ , તળવા માટે

બનાવવાની રીત

સાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો.એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને કાઢી લો.લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

The post ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત appeared first on Gujju Media.