ઉપવાસમાં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી મુઠિયા,જાણો ફરાળી મુઠિયા બનાવવાની રેસિપી

અત્યારે ઉપવાસમાં બધા અવનવી વાનગીઓ બનાવતા હોય છે,ત્યારે આપણે એકની એક વાનગી બનાવીને અને ખાઇને કંટાળી ગયા હોઇએ છે,તો ઉપવાસમાં ખાઇ શકાય તેવા ટેસ્ટી ફરાળી મુઠિયા બનાવીએ જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે.

સામગ્રી

 • પલાળેલા સાબુદાણા -50 ગ્રામ
 • બાફેલા બટેટા -2નંગ
 • અધકચરા સીંગદાણાનો ભૂકો -50 ગ્રામ
 • બાફેલા બટેટા -100 ગ્રામ
 • રાજગરાનો લોટ – 50 ગ્રામ
 • આદુ મચ્ચાની પેસ્ટ – 2 ચમચી
 • દહીં – 2 ચમચી
 • તેલ – 2 ચમચી
 • તલ – 2 ચમચી
 • સમારેલી કોથમીર – 2 ચમચી
 • સ્વાદ અનુસાર -સીંધવ મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ બટાકા ને બાફીને છીણી લો.ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા,રાજગરા નો લોટ, દહીં અને શીંગ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં સિંધવ,આદુ અને મરચા નાખી હલાવી મુઠીયા નો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશ માં મૂકી ૧૦ -૧૨ મિનીટ માટે વરાળે બાફી લો. તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો. હવે એક પેન લો તેમા તેલ ગરમ કરી લો. તેમા જીરૂ અને તલ ઉમેરી લો. તેમા તૈયાર મુઠિયા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ગરમા ગરમ મુઠીયા.. તેને કોથમીરથી ગાર્નિશ કરી શકો છો. તેની પર છીણેલા ટોપરું ઉમેરી લો.

The post ઉપવાસમાં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી મુઠિયા,જાણો ફરાળી મુઠિયા બનાવવાની રેસિપી appeared first on Gujju Media.