ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 4ને લઇ રાકેશ રોશને કર્યો આ મોટો ખુલાસો

ઋત્વિક રોશન બોલિવુડના જાણીતા સુપર સ્ટાર્સ છે,તેની ફિલ્મની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે,થોડા દિવસો પહેલાં સમાચાર સામે આવ્યા છે કે આ ફ્રેંચાઇઝીની આગામી ફિલ્મ ક્રિશ 4 પર કામ શરૂ કરી દીધું છે.

મળતી માહિતી મુજબ આ દાવો પણ કરવામાં આવ્યો હતો મોસ્ટ અવેટેડ ફિલ્મમાં ઋત્વિક એક અથવા બે નહી પરંતુ પરંતુ 4 અલગ-અલગ પાત્રો ભજવવાના છે. તો બીજી તરફ ફિલ્મ નિર્માતા અને ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશનએ ફિલ્મ પર ચાલી રહલી અટકળો પરથી પડદો ઉઠાવી દીધો છે.


રાકેશ રોશનના જણાવ્યા પ્રમાણે જેમાં તેમણે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે કે ‘ક્રિશ 4’મા6 ઋત્વિક 4 પાત્ર ભજવશે. રાકેશ રોશને જણાવ્યું કે આ કહાની એકદમ એવી નથી, જેવી સમાચારોમાં બતાવવામાં આવી રહી છે.

ફિલ્મની અભિનેત્રીને લઇને પણ અત્યાર સુધી કોઇ જાણકારી સામે આવી નથી. કારણ કે ‘ક્રિશ’ સીરીઝમાં પ્રિયંકા ચોપડા પણ એક મહત્વપૂર્ણ પાત્ર છે એટલા માટે લોકોને આશા છે કે ‘ક્રિશ 4’ પણ કદાચ જ તે રહે. પરંતુ પ્રિયંકા હવે હોલીવુડ સ્ટાર થઇ ચૂકી છે અને ઘણા વર્ષોથી બોલીવુડની એકપણ ફિલ્મ સાઇન કરી નથી. એટલા માટે તે ફિલ્મમાં હોવાની આશા ઓછી છે.

The post ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 4ને લઇ રાકેશ રોશને કર્યો આ મોટો ખુલાસો appeared first on Gujju Media.