ઓવનનો ઉપયોગ કર્યા વગર ઘરે જ બનાવો બાળકોની પ્રિય ચોકલેટ કૂકીઝ, ચોકલેટ કૂકીઝ બનાવવાની એકદમ ઇઝી રેસિપી

કૂકીઝ બધાને ખૂબ પ્રિય હોય છે ,એમા પણ એમા પણ બાળકોને કૂકીઝ ખૂબ જ પ્રિય હોય છે.શું તમારા બાળકોને ચોકલેટ કૂકીઝ ભાવે છે? અને તમને પણ ઘરે કૂકીઝ બનાવવા ગમે છે? પરંતુ તમારી પાસે ઓવન ન હોવાથી તમે તે ઘર બનાવી શકતા નથી…સાચી વાતને? તો આજે અમે તમારૂં ટેન્શન દૂર કરી દઈએ અને કડાઈમાં કૂકીઝ બનાવતા શીખવીએ.

સામગ્રી

  • 1/2 કપ ઘી
  • 1/2 કપ ખાંડ પાઉડર
  • 1 1/2 કપ મેદો
  • 1 ટે. સ્પૂન કોકો પાઉડર
  • ચપટી બેકિંગ સોડા
  • 2 ચમચી ચોકો ચિપ્સ

બનાવવાની રીત


એક મિક્સર જારમાં ઘી અને ખાંડ પાઉડર લઈને 1 મિનિટ માટે મિક્સ કરી લો.ત્યાર બાદ એક ચારણી લો તેમાં મેદો, કોકો પાઉડર અને બેકિંગ સોડા લઈને બાઉલમાં ચાળી લો. આ બાઉલમાં ઘી અને ખાંડ પાઉડરનું મિશ્રણ ઉમેરો. અને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તેમાંથી સરસ કણક ન બંધાઈ જાય.કણક રોટલી જેવી થોડી સોફ્ટ રાખવાની છે.

કણકને 5 મિનિટ રેસ્ટ આપો. બાદમાં તેમાંથી નાના બોલ્સ બનાવી કૂકીઝનો શેપ આપી દો. તમામની ઉપર ચોકો ચિપ્સ લગાવી દો. તેને ગ્રીસ કરેલી એક પ્લેટમાં મૂકી દો.
એક પેનમાં સ્ટેન્ડ મૂકી, ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ પ્રિ-હીટ કરો.

હવે કૂકીઝવાળી પ્લેટને પેનમાં રાખેલા સ્ટેન્ડ પર મૂકીને ઢાંકણ ઢાંકી દો. 20 મિનિટ માટે તેને બેક થવા દો. ગેસની ફ્લેમ સ્લો-મીડિયમ રાખવી. 20 મિનિટ બાદ કૂકીઝ બની ગયા હશે. તો તેને પ્લેટમાં લઈ લો અને સર્વ કરો.

The post ઓવનનો ઉપયોગ કર્યા વગર ઘરે જ બનાવો બાળકોની પ્રિય ચોકલેટ કૂકીઝ, ચોકલેટ કૂકીઝ બનાવવાની એકદમ ઇઝી રેસિપી appeared first on Gujju Media.