કિંજલ દવેના બાળપણ ની આ અજાણી વાતો જાણી તમને પ્રાઉડ થશે….આવો હતો સંઘર્ષ…..!!!!

ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેને એવું કોઈ નહીં હોયો જે તેણે નહીં ઓળખતુ હોય. લગ્ન પ્રસંગે કે ગરબામાં કિંજલનું ચાર ચાર બંગડી વાળું ગીત તો વાગતું જ હોય છે. આ ગીતની લોકપ્રિયતાને લીધે આજે કિંજલ દવે ગુજરાતમાં ફેમસ થઈ ગઈ છે. કિંજલને નાનપણથી જ ગીત ગાવાનો શોખ હતો. જ્યારે તેને ચાર ચાર બંગડી વાળું પોપ્યુલર ગીત ગાયું ત્યારે તેણે બોર્ડની પરીક્ષા આપી હતી. તેને પહેલાથી ગાવાનો શોખ હતો પણ ઘરેથી પરિવારના સભ્યો ના પાડતા હતા પરંતુ કિંજલની જીદનાં કારણે તેણા પરિવારના લોકોએ મંજૂરી આપી દીધી હતી.

કિંજલના પિતા પણ ક્યારેક પ્રોગ્રામમાં જતા ત્યારે કિંજલ તેમની સાથે જવાની જીદ કરતી હતી પોતાના પિતાને ગાતા જોઈને તેણે પણ ગાવાનો શોખ જાગ્યો. તે સ્કૂલમાં ભણતી હતી ત્યાંરથી ગીતો ગાતી હતી. સ્કૂલમાં કોઈ પણ ફંકશનમાં કિંજલ જ ગીતો ગાતી હતી. તેના મધુર અવાજ લોકોને પસંદ પણ આવતો. જો કે તેણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તે આટલી લોકપ્રિય બની જશે.

કિંજલની લાઈફની સ્ટ્રગલ સ્ટોરી-

કિંજલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમાંથી જે કંઈ પૈસા આવે તેનાથી ઘરનું ગુજારન કરતા. ઘરની જરૂરિયાતને પૂરી કરવા માટે કિંજલનો પરિવાર ટિફિન સર્વિસ પણ ચલાવતો હતો. ગરીબીના દિવસો યાદ કરતા કિંમજલે કહ્યું કે ત્યારે ઘરમાં ખાલી બસો ગ્રામ દૂધમાંથી બે વાર ચા બનાવામાં આવતી હતી. કિંજલનાં માતા-પિતા એક રૂમ અને રસોડા વાળા ઘરમાં રહેતા હતા. તે ગરીબાઈમાં ઉછરી છે. તેણે નાનપણમાં બધું દુઃખ જોઈ લીધું છે.

ડાયરામાં પ્રથમ ગીત ગાતી નજરે પડે છે કિંજલ :

સ્કુલમાં સેલ્ફી લેતી કિંજલ :

તેમજ તેમના ઘરની હાલત ખરાબ હોવાને કારણે તેના પિતા હીરા ઘસવા જતા અને સાથે સાથે સંગીતનો શોખ હોવાને લીધે રાતે ગીત ગાવા માટે પ્રોગ્રામમાં જતા. એકસમય એવો પણ આવ્યો હતો જ્યારે હીરા ઘસવાનો ધંઘો પડી ભાગ્યો હતો. ત્યારે તેના પિતા કાર્યક્રમમાં જઈ ઘરનું ગુજારન ચલાવતા જો કે, કિંજલનાં પિતાને ધીરે ધીરે નામના મળી અને લોકો તેમણે ઓળખતા થયા હતા.

પ્રોગ્રામ માટે વિદેશ જતી કિંજલ, તેના પિતા સાથે :

ફેમેલી સાથે હળવી ક્ષણો માં :

ઉતરાયણ વખતે હળવા મૂળ માં કિંજલ :

ગુજરાતમાં લોકપ્રિય થનારી કિંજલ દવે પાસે અત્યાર સુધી પોતાનો મોબાઈલ ફોન પણ નહોતો આ જાણીને તેમને પણ નવાઈ લાગી હશે કે આટલી પોપ્યુલર હોવા છંતા તેની પાસે ફોન નહતો. તેની પાછળનું કારણ એ હતું કે, તે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને મોબાઈલ ફોનનાં લીધે તેના અભ્યાસ પર ખરાબ અસર ના પડે તે માટે તેણા માતા-પિતાએ કિંજલને ફોન નહતો લઈ આપ્યો. જો કે, કિંજલે ક્યારે પણ મોબાઈલ ફોન માટે માતા-પિતા સાથે ઝગડો નથી કર્યો.

ગામડે દાદા સાથે કિંજલ :

નાનપણ નો કિંજલ નો ફોટો જયારે માંડ એક વર્ષની હશે, તેના પિતાશ્રી સાથે :

ગામડે ભાઈ સાથે કિંજલ દવે ખુશ મિજાજ માં :

ભાઈ બહેનનો એક દુર્લભ ફોટો :

વેકેશનની રાજમાં સફેદ રણની મુલાકાતે તેના રીયલ વીરા સાથે કિંજલ :

જુઓ, કેટલી બદલાઈ ગઈ છે આપણી કિંજલ દવે :

કિંજલ એટલી બધી પોપ્યુલર બની ગઈ છે કે તેનો પ્રોગ્રામ જોવા માટે લાખો લોકોની ભીડ જામે છે અને દૂર દૂરથી લોકો તેને જોવા માટે આવે છે. ક્યારેક તો એટલી બધી ભીજ થઈ ગઈ હોય કે કાર્યક્રમ જલ્દી પૂરો કરી દેવામાં આવે છે. જો કે કિંજલનાં તમામ કાર્યક્રમ તેના પિતા જાતે મેનેજ કરે છે. ઘણી વખતે એવી અજાણી જગ્યા પર પ્રોગ્રામ કરવા માટે જવાનું થતું હોય ત્યારે કઈ જગ્યા છે એ ખબર પણ ના હોય એટલા માટે હંમેશા તેના દરેક પ્રોગ્રામમાં તેના પિતાની તેની સાથે હોય છે.

તેમજ કિંજલને આગળ લાવવા માટે તેના પિતા બહુ મદદ કરી છે. ચાર ચાર બંગડી વાળી કિંજલને ક્યારે સપનામાં પણ ખ્યાલ ન હતો કે આ ગીતનાં લીધે તે આટલી પોપ્યુલર બની જશે. યૂટ્યૂબ કરોડો લોકોએ આ ગીતને જોયું છે.આજે કિજલને ગુજરાતમાં જ નહીં પણ દેશ-વિદેશમાં પણ કાર્યક્રમો કરે છે.

એક કાર્યક્રમની આટલી ફી લે છે-

-કિંજલ આખા વર્ષ દરમિયાન લગભગ 200થી વધારે કાર્યક્રમો કરે છે. તે એક પ્રોગ્રામમાં બે કલાકના પરફોર્મન્સ માટે 1.5 લાખ રૂપિયા થી 2 લાખ રૂપિયા જેટલી ફી લે છે. તેમજ કિંજલ અમદાવાદમાં તેના માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. કિંજલને દરિયા કિનારે ફરવાનું બહુ ગમે છે. કિંજલ દવે ના ઘણા સગીતો લોકપ્રિય થયા છે તેમા ખાસ કરીને એમાં લહેરીલાલા અને ચાર ચાર બંગડી ખાસ છે. તેને આફ્રિકા અને અમેરિકામાં પણ પ્રોગ્રામ કર્યા છે.

કિંજલની કરિયરની શરૂઆત-

કિંજલને નાનપણથી ગાવાનો શોખ હોવાને કારણે તે તેના પિતા સાથે બાઈક પર પ્રોગ્રામાં સાથે જતી હતી. તેના પિતાના ખાસ મિત્ર મનુભાઈ રબારી જે ઉત્તર ગુજરાતમાં સારા લેખક છે અને તેમણે મોટા મોટા કલાકારો માટે ગીતો લખ્યા છે તેમણે કિંજલ માટે પણ એક ગીત લખ્યું હતું. તેના પછી કિંજલનાં પિતાએ જાનડિયા નામનું આલ્બમ બનાવ્યુ હતું. ત્યાર પછી તેઓ એક પછી એક આલ્બમ બનાવતા ગયા.

કિંજલ દવે ભલે ચાર ચાર બંગડી વાળા ગીતથી ફેમસ થઈ હોય પણ એનાથી પણ વધારે 100 જેટલા આલ્બમમાં કામ કર્યું છે. જેમાંથી ઘણા આલ્બમ સુરહિટ થયા છે. માત્ર 18 વર્ષની ઉમંરમાં તેને સફળતા પ્રાપ્ત કરી લીધી. તેની સફળતા પાછળ તેની તનતોડ મહેનત અને માતા-પિતાનો સપોર્ટ જ્વાબદાર છે.

કિંજલની સફળતા પાછળ સૌથી મોટો હાથ જો કોઈનો હોય તો તેના પિતા લાલજીભાઈ દવે અને મનુભાઈ રબારીનો છે. ચાર ચાર બંગડી વાળું ગીત મનુભાઈ રબારીએ જ લખ્યું છે. કિંજલ પોતાના પિતા સાથે ગરબાના કાર્યક્રમમાં જતી તે જોઈને તેને પણ ગાવાનો શોખ લાગ્ય હતો. જો કે તમને જણાવી દઈએ કે કિંજલ હજુ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે તેને ભણવાનું નથી છોડયું. તેનું સપનું બોલિવૂડમાં પ્લેબેક સિંગર બનવાનું છે. તેમજ તે એક ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહી છે.

કિંજલની સગાઈ-

કિંજલ દવેએ તેના નાનપણના મિત્ર પવન સાથે સગાઈ કરી છે. કિંજલ દવેનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો રહેવાસી છે. કિંજલે અખાત્રીજના દિવસે નાનપણના મિત્ર પવન સાથે સગાઈ કરી લીધી હતી. તેમજ કિંજલ દવે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફિયાન્સેનો એક ફોટો પણ અપલોડ કર્યો છે. આ ફોટોમાં પવન વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. જો કે તમને જણાવી દઈએ કે કિંજલના ભાઈની પણ સગાઈ થઈ ગઈ છે. કિંજલ દવેનો ફિઆન્સ પવન જોશી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. તેના સોશિયલ એકાઉન્ટમાં ઘણા ફોટો છે જેમાં તે કોઈ હીરોથી કમ નથી દેખાતો

માતા-પિતા અને નાના ભાઈ સાથે રહે છે ફ્લેટમાં-

ચાર તાર બંગડી વાળી કિંજલ દવે તેના પરિવારની સાથે 2BHKનાં ફ્લેટમાં રહે છે.કિંજલનો નાનો ભાઈ 10માં ઘોરણમાં અભ્યાસ કરે છે. કિંજલે મણીબા સ્કૂલમાં પોતાના અભ્યાર પૂરો કર્યો હતો અને અત્યારે કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેમજ વેકેશનમાં તે પોતાના પરિવાર સાથે પાટણ જાય છે.

નાનપણમાં કંઈક આવી દેખાતી હતી કિંજલ દવે-

છેલ્લા બે વર્ષમાં કિંજલે બહુ ફેમસ થઈ છે . કિંજલનો જન્મ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં ગરીબ બ્રાહૃમણ કુટુંબમાં થયો હતો. અને આજે કિંજલ દવે સૌરાષ્ટ્ર-કચ્છ મુબંઈ જેવી જગ્યાએ પ્રોગ્રામ કરવા જાય છે. કિંજલ સાત વર્ષની હતી ત્યારથી જ તેને ગીતો ગાવાનો શોખ હતો.

દરેક ગુજરાતીઓ ના હૈયે છવાઈ ગયેલા કિંજલ દવે એ ગયેલા ચાર ગીતો નીચે સાંભળો :

૧. ચાર ચાર બંગડી

૨. અમે લેહરી લાલા :

૩. છોટે રાજા..છોટે રાજા..

૪. મોજ માં મોજ માં….છેલ્લે આવેલું હીટ સોંગ :

મિત્રો, કિંજલ દવે એ ગાયેલું ગયું ગીત તમારું ફેવરીટ છે ? કોમેન્ટ કરી જણાવજો !!

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ