કોરોનાકાળની સૌથી દમદાર મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ છે ‘રાત અકેલી હૈ’.. જાણો આ ફિલ્મનો રિવ્યુ…

કોઈ પણ મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ માં આ ફિલ્મથી વધારે સારી ઓપનીંગ ન હોઈ શકે કે ઓપનિંગ સીન માં જ હત્યા થઇ જાય અને હત્યા કેમ થઈ કોની થઇ તેનો રહસ્યમય માહોલ બની જાય છે. તેને કેમ માર્યો? કયા રહસ્યો બહાર આવશે. આમ ફિલ્મની શરૂઆત ખુબજ રોચક છે અને થોડી જ મિનિટોમાં બીજા ત્રણ મર્ડર થઇ જાય છે.

એક હત્યા અને ઘણા શકમંદો આ છે નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેની ફિલ્મ ‘રાત અકેલી હૈ ની કહાની. ‘રાત અકેલી હૈ’ ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.. આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ખૂબ જ મજેદાર છે.

હત્યારાની શોધ કરતો સાવલો ઇન્સ્પેક્ટર અને વૃદ્ધની બીજી પત્ની બનવાની મજબૂર યુવતી જે હત્યાની શંકા હેઠળ છે. આ ફિલ્મ કોરોનાકાળમાં રિલિઝ થયેલી સૌથી સારી અને ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે. જે દર્શકોને છેલ્લે સુધી પકડી રાખે છે.

આ ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં નવાઝ જટિલ યાદવ નામના પોલીસ ઓફિસરના રોલમાં છે જે સ્થાનિક રાજકારણીના મર્ડરના કેસની તપાસ કરી રહ્યો હોય છે. રાજકારણીના બીજા લગ્નમાં જ તેને કોઈ ગોળી મારી દે છે અને નવાઝ આ આખી ગુથ્થી સોલ્વ કરે છે. ફિલ્મની સ્ટારકસ્ટમાં આદિત્ય શ્રીવાસ્ત, શ્વેતા ત્રિપાઠી, ઈલા અરુણ, શિવાની રઘુવંશી અને તિગ્માંશુ ધુલીયા પણ સામેલ છે. બધા કલાકારો પોતપોતાના રોલમાં એકદમ ફિટ બેસે છે.

રાત અકેલી હૈ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર હની ત્રેહાન ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે. જો તમને રોમાંચક ક્રાઇમ થ્રીલર અને સસ્પેન્સ આધારિત ફિલ્મ જોવી ગમે છે, તો તમને ફિલ્મ ‘રાત અકાલ હૈ’ જોવી જરૂરથી ગમશે. ટેકનિકલી પણ આ ફિલ્મ જોરદાર છે.સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને એડિટિંગ પણ કમાલની છે.

The post કોરોનાકાળની સૌથી દમદાર મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ છે ‘રાત અકેલી હૈ’.. જાણો આ ફિલ્મનો રિવ્યુ… appeared first on Gujju Media.