કોરોનાથી બચવા ઘરની આ ચીજવસ્તુઓની પણ કરો અચૂક સફાય

લૉકડાઉન અને કોરોનાના કારણે સાવધાની માટે તમે વારંવાર હાથ જ ધૂઓ તે પૂરતું નથી. કોશિશ કરો કે તમે વધારેને વધારે ઓનલાઈન પેમેન્ટ કરો. હાથ ધોવા અને માસ્ક પહેરવા સિવાય ઘરના હેન્ડલ, ચાવી, ફોન, કપડાં, પાલતૂ પ્રાણીઓ, ઈલેક્ટ્રિક સ્વીચને પણ વારેઘડી સેનેટાઈઝ કરવા જરૂરી છે. નહીં તો અહીંથી પણ કોરોના તમારા શરીરમાં પ્રવેશી શકે છે.

કોરોના વાયરસના કારણે લોકો સાફ સફાઈ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. આ સમયે જો તમે ફક્ત હાથ ધોવા અને માસ્ક પહેરવાને મહત્વ આપો છો તો તમે ખોટા છો. તમારે ઘરની અન્ય ચીજોની સફાઈ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જેને તમે દિવસમાં વારેઘડીએ ઉપયોગમાં લો છો.

કોઈ પણ ચીજ ખરીદવા માટે આપણે રૂપિયાની આપ- લે કરીએ છીએ અને તે તમારા હાથમાંથી પસાર થાય છે. એવામાં તેની પર કીટાણુ લાગવાની સંભાવના રહે છે. લૉકડાઉનમાં કોશિશ કરો કે ઓનલાઈન પેમેન્ટ કરો. આ સિવાય તમે ઘરેથી ગાડીની ચાવી લો છો તેમાં પણ કીટાણુ હોઈ શકે છે. તેને પણ સેનેટાઈઝરની મદદથી સાફ કરી લો.

ટૉયલેટ સીટથી પણ વધારે જર્મ્સ તમારા મોબાઈલ ફોન પર જોવા મળે છે. તેનું કારણ એ છે કે મોબાઈલ ફોન ફક્ત એક જ એવી ચીજ છે જેનો ઉપયોગ તમે આખા દિવસમાં સૌથી વધારે વાર કરો છો. આ માટે મોબાઈલને સારી રીતે સાફ કરવાનું જરૂરી છે.

ઘરમાં એન્ટ્રી કરતાં જ લોકોના હાથ સૌ પહેલાં દરવાજાના હેન્ડલ અને સ્વીચ બોર્ડ પર જાય છે. તેઓ પોતાના હાથની જ સફાઈ કરે છે. પણ આ ગંદી ચીજોની સફાઈ ભૂલી જાય છે. આ જગ્યાઓને કેમિકલ ડિસઈન્ફેક્ટેન્ટથી સાફ કરો તે જરૂરી છે.

જ્યારે જરૂરી સામાન લેવા ઘરની બહાર જાઓ છો ત્યારે આવીને હાથ સાફ કરો છો. તમારા કપડાંમાં પણ જર્મ્સ પ્રવેશી શકે છે. આ માટે તેની સફાઈ પણ જરૂરી છે. આ માટે તેને પણ ધોતા રહો તે જરૂરી છે.

પાલતૂ પ્રાણીને ભલે તમે ઘરના સભ્યોની જેમ પ્રેમ કરતા હોવ પણ તેની સાફ સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે.અનેક એવા વાયરસ હોય છે જે માણસો પર નહીં પણ પ્રાણીઓને પણ બીમાર કરી શકે છે. પછી તે પ્રાણીઓ તમારા ઘરના સભ્યોને બીમાર કરી દે છે. માટે તેમની સફાઈ પણ ખૂબ જ અને રોજ જ થાય તે જરૂરી છે.

The post કોરોનાથી બચવા ઘરની આ ચીજવસ્તુઓની પણ કરો અચૂક સફાય appeared first on Gujju Media.