કોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા

વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર કોરોના સંકટ તોળાતું નજરે ચડે છે. સમાચાર મળી રહ્યા છે કે આ વખતની પવિત્ર પુરીની રથયાત્રાની તારીખ સ્થગિત કરી દેવામાં આવશે અથવા તો બહુ ઓછા લોકોની સાથે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાનું ખુબજ મહત્વ રહેલુ છે દૂર દુરથી શ્રદ્ધાળુઓ નાથની નગરચર્યા જોવા રથયાત્રામાં જોડાતા હોય છે.

284 વર્ષમાં પહેલી વખત એવું થશે કે જગન્નાથપુરી રથયાત્રાની તિથિ આગળ વધારવામાં આવશે અથવા તો બીજો વિકલ્પ હાથ ધરાશે. મંદિરના રેકોર્ડ અનુસાર સર્વપ્રથમ 2504માં મંદિર પરિસર 144 વર્ષ સુધી બંધ રહ્યા હતા. સાથે સાથે પૂજા પાઠથી જોડાયેલી પરંપરાઓ પણ બંધ થઈ હતી. આદ્ય શંકરાચાર્યજીએ આ પરંપરાઓને ફરીથી શરૂ કરી હતી.

કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના અવતાર જગન્નાથજીની રથયાત્રાના પુણ્યથી સો યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાના રથોનું નિર્માણ શરૂ થાય છે.

રથયાત્રા એક એવું પર્વ છે જેમાં ભગવાન જગન્નાથ સામેથી ચાલીને ભક્તોના ખબર અંતર લે છે. દુખ સુખમાં ભાગીદાર થાય છે. આ યાત્રાનું મહત્વ શાસ્ત્રો અને પુરાણોમાં દર્શાવવામાં આવ્યુ છે. સ્કંદ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે જે પણ રથયાત્રામાં જોડાશે તે જીવન મરણના ચક્કરમાંથી મુક્તિ પામે છે.

જગન્નાથ પુરી સિવાય ગુજરાતના અમદાવાદની રથયાત્રા પણ એટલી જ પ્રસિદ્ધ છે. આસામ, જમ્મૂ, દિલ્હી, આંધ્રપ્રદેશ, અમૃતસર, ભોપાલ,બનારસ અને લખનઉમાં પણ આ રથયાત્રા નિકળે છે. બાંગ્લાદેશ, સેન ફ્રાન્સીસ્કો અને લંડન જેવા દેશોમાં પણ રથયાત્રા નિકળે છે. હવે જોવાનું એ છે કે આ વખતની રથયાત્રાને લઈને શું નિર્ણય લેવામાં આવશે.

The post કોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા appeared first on Gujju Media.