કોરોનાના કહેરથી સૌથી અસરગ્રસ્ત દેશ બન્યો અમેરિકા, અખબારના 11 પાનામાં ન્યૂઝ નહીં માત્ર શોક સંદેશ છપાયો

અત્યારે દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે,ત્યારે આ મહામારીથી વિશ્ર્વની મહાસત્તા અમેરિકા પણ બકાત નથી.અમરિકામાં કોરોનાને કારણે 23 હજારથી વધારેના મોત નિપજ્યા છે. વિશ્વમાં સૌથી વધારે મોત અહીં નિપજ્યા છે. ત્યારે અમેરિકાના 11 પેજના અખબારમાં માત્ર એક જ બાબત છપાતા લોકોના દિલ હચમચી ગયા છે. કોરોનાને લીધે અમેરિકામાં 23,640 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 586,941 લોકો કોરોનાગ્રસ્ત છે.

અખબારનો વીડિયો ખૂબ વાયરસ થયો છે

The death notices of today's Sunday ⁦@BostonGlobe⁩ are 11 pages long. #COVID19 #Massachusetts pic.twitter.com/dxLobUKSwh

— Julio Ricardo Varela (@julito77) April 12, 2020

કોરોના વાયરસે કારણે મોતની સંખ્યામાં અમેરિકા ઈટલી કરતા પણ વધારે આગળ નિકળી હયું છે. ઈટલીમાં 20,465ના મોત નિપજ્યા છે. જ્યારે અમેરિકામાં 23 640 લોકોના જીવ ગયા છે. અમેરિકા સૌથી અસરગ્રસ્ત દેશ બની ગયો છે.

અમેરિકામાં સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજો મરનારાની વધતી સંખ્યાથી લગાવી શકાય છે. સંખ્યામાં બે દિવસથી ઘટાડો જોવા મળ્યો છે. એક અખબારમાં માત્ર 11 પેજ પર શ્રદ્ધાંજલિ અને શોક સંદેશ છપાય છે.

અમેરિકન પત્રકાર જૂલિયો રિકોર્ડો વરેલાએ તે અખબારનો એક ફોટો પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કર્યો છે. તેમને બોસ્ટન ગ્લોસ અખબારમાં ઓબટ્યૂરી સેક્શનનો એક વીડિયો પણ શેર કર્યો છે. વરેલાએ ટ્વીટ કરી થ્રેડમાં સાફ કહી દીધું છે કે તમામ મોત કોરોનાને લીધે નથી થયા. પરંતુ વધારે મોત કોરોનાને લીધે થયા છે.

ઉલ્લેખનીય છે ઈટલીના વધુ એક અખબારમાં એવી જ ક્લિપ ગત મહિને વાયરલ થઈ હતી. 13 માર્ચના રોજ દૈનિક સમાચાપ પત્ર LEco di Bergamo ના 10 પેજો પર મૃતકોને શ્રદ્ધાંજલિ સંદેશ છપાયા હતા.

The post કોરોનાના કહેરથી સૌથી અસરગ્રસ્ત દેશ બન્યો અમેરિકા, અખબારના 11 પાનામાં ન્યૂઝ નહીં માત્ર શોક સંદેશ છપાયો appeared first on Gujju Media.