કોરોનાની દહેશત વચ્ચે ભારતમાં આવ્યા સારા સમાચાર, 24 કલાકમાં આટલા હજારથી વધુ દર્દીઓ થયા સાજા

દેશમાં હાલ લોકડાઉન 4ની અવધિ પૂર્ણ થવાના આરે છે.. લોકડાઉન 4માં દેશના મોટાભાગના રાજ્યોમાં છૂટછાટ મળ્યા બાદ કોરોનાનો ખતરો પણ વધ્યો છે. સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે.


મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ રોજબરોજ જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ -19ના કેસોની સંખ્યા 1,65,799થી ઉપર નોંધાઈ ચુકી છે.જેનાં પગલે વાયરસના પ્રકોપનો સામનો કરી રહેલાં દેશોમાં ભારતનું સ્થાન 9માં સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશ તરીકે સામેલ થઈ ચૂક્યું છે.


તેમાંય 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7964 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 265 લોકોના મોત નિપજ્યા છે. જોકે આ સાથે દેશ માટે સારા સમાચાર એ છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11000થી પણ વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.


આ કારણે દેશમાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. ભારતમાં શુક્રવારે એક્ટિવ કેસની સંખ્યા 89987 હતી જે હવે 86422 થઈ છે. ભારતમાં રિકવરી રેટ 47.70 સુધી પહોંચ્યો છે. ખાસ વાત તો એ છે કે તેમાં એક જ દિવસમાં મોટો વધારો જોવા મળ્યો છે.


દેશમાં જ્યારે પહેલું લૉકડાઉન આવ્યું ત્યારે આ રેટ 7.1 ટકાનો હતો. બીજા લૉકડાઉનમાં આ રેટ 11.42 ટકા થયો અને તેમાં વધારો થયા બાદ તે 26.59 ટકાએ પહોંચ્યો હતો. 18 મેના જ્યારે લોકડાઉનનો ચોથો રાઉન્ડ શરૂ થયો ત્યારે તે 38 ટકાએ પહોંચ્યો. હવે આ રેટ 47 ટકાને પાર કરી ચૂક્યો છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થવાની આશા છે.

The post કોરોનાની દહેશત વચ્ચે ભારતમાં આવ્યા સારા સમાચાર, 24 કલાકમાં આટલા હજારથી વધુ દર્દીઓ થયા સાજા appeared first on Gujju Media.