કોરોનાની મહામારી વચ્ચે એસીનો ઉપયોગ કરતી વચ્ચે રાખો આટલી બાબતોનું ધ્યાન

કોરોનાવાયરસને કારણે સરકારે તાજેતરમાં જ નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. સરકારે ઘર, ઑફિસ અને હૉસ્પિટલમાં ચાલતાં એસી અને કોરોનાવાયરસના ફેલાવાને અટકાવવા ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ દિશાનિર્દેશો પ્રમાણે, ઘરોમાં એસી ચાલું હોય ત્યારે તેનું તાપમાન 24થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી હોવું જોઇએ. કેમકે તેનાથી રોગજન્ય મુશ્કેલીઓ ઘટે છે.

એસી ચાલું હોય ત્યારે રૂમનું ટેમ્પરેચર 24થી 30 ડિગ્રી સુધી રાખવું. એર કંડીશનર દ્વારા રૂમમાં ઠંડી હવાનું રી-સર્ક્યુલેશન, બહારની હવા સાથે થવું જોઇએ. આ માટે થોડીક બારી ખુલ્લી મૂકી શકો છો.
ફેન ફિલ્ટર દ્વારા તાજી હવા આવવાથી, બહારની ધૂળ રૂમમાં આવતી નથી.ધ્યાન રાખવું કે કૂલરમાં હવા બહારથી આવે, આ માટે કૂલરને બારી અથવા બહારની તરફ રાખવું.


કૂલરને હંમેશાં સાફ અને ડિસઇન્ફેક્ટ કરીને રાખવું, વધેલા પાણીને કાઢી નાખવું અને તાજું પાણી ભરવું.સાથે જ બારીઓ ખુલ્લી રાખવી, જેથી હવા બહાર નીકળી જાય.
પંખો ચલાવતી વખતે પણ બારીઓ ખુલ્લી રાખવી.જો રૂમમાં કે આસપાસ એક્ઝોસ્ટ ફેન છે, તો તેને હંમેશા ચાલું રાખવો, જેથી યોગ્ય વેન્ટિલેશન જળવાઇ રહે.


શક્ય હોય ત્યાં સુધી બંધ રુમમાં ન રહેવુ, તમે બપોરના સમયે બારી બારણાં ભલે બંધ રાખો, પરંતુ સાંજ પડતા પહેલા તે ખોલી નાંખવા.આ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે હવામાં રહેલ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ઘરની અંદર વેન્ટિલેશન સારું રાખવું. જેટલું શક્ય તેટલું દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી

The post કોરોનાની મહામારી વચ્ચે એસીનો ઉપયોગ કરતી વચ્ચે રાખો આટલી બાબતોનું ધ્યાન appeared first on Gujju Media.