કોરોનાને લઇ કરવામાં આવી નવી શોધ,આટલા સમય સુધી ટકે છે કોરોના વાયરસ વિરૂદ્ધ વિક્સિત રોગ પ્રતિરોધક ક્ષમતા

કોરોના વાયરસ વિરૂદ્ધ વિક્સિત રોગ પ્રતિરોધક ક્ષમતા છ મહિના સુધી જ ટકે છે. આ પછી શરીરમાં એન્ટીબોડીના સ્તરે ઘટાડો થવાના કારણે સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. એમ્સટર્ડમ યૂનિવર્સિટીનો તાજેતરનો અભ્યાસ કંઇક આવું જ જણાવે છે.

શોધકર્તાઓએ સતત 35 વર્ષ સુધી દસ પુરૂષોમાં સર્દી-ખાંસી માટે જવાબદાર કોરોના વાયરસની ચાર જાત પર તેની અસર વિશે જાણકારી મેળવી. તેમણે જાણ્યુ કે, કોરોના વાયરસની પ્રત્યેક જાત વિરૂદ્ધ લડવામાં શક્તિ ખુબ જ ઓછો સમય માટે પેદા થાય છે.

છ મહિના બાદ તેમા કોરોનાને માત આપનારી એંટિબોડીનું સ્તર ખુબ જ જડપી ઘટવા લાગે છે. 12 મહિના વિતતા વિતતા તેઓ ફરીથી સંક્રમિત થઇ જાય છે. જોકે, કોવિડ -19 ચેપ માટે જવાબદાર સાર્સ-કોવ-2 વાયરસને પણ અભ્યાસના પરિણામો લાગુ પડે છે કે કેમ તે જાણવા માટે વિગતવાર સંશોધનની જરૂર છે.

The post કોરોનાને લઇ કરવામાં આવી નવી શોધ,આટલા સમય સુધી ટકે છે કોરોના વાયરસ વિરૂદ્ધ વિક્સિત રોગ પ્રતિરોધક ક્ષમતા appeared first on Gujju Media.