કોરોનાનો રાક્ષસી ચહેરો આવ્યો સામે : માત્ર ફેફસાં નહીં, શરીરના આ પાર્ટ પર કરે છે હુમલો

વિશ્વભરમાં કોવિડ -19 અંગે અત્યાર સુધી સામાન્ય ખ્યાલ પ્રવર્તમાન હતો કે તે એક શ્વસન તંત્રને અસર કરતો ચેપ છે, જે એક વાયરસથી થાય છે અને માત્ર ફેફસાં પર હુમલો કરે છે, ખરું ને? પણ આ હવે ખોટું સાબિત થઇ રહ્યું છે. જેમ જેમ અઠવાડિયાં પસાર થઇ રહ્યાં છે તેમ તેમ નવીન કોરોનાવાયરસની માનવ શરીરને અસર અંગે નવી નવી માહિતીઓ બહાર આવી રહી છે.

જ્યારે કોરોના વાયરસ અંગે સૌ પ્રથમવાર માહિતી બહાર આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે વાયરસ મુખ્યત્વે ફેફસાં પર હુમલો કરે છે, અને યુવાનો પ્રમાણમાં સલામત છે. આ ધારણે ઘણેખરે અંશે સાચી છે કે મોટાભાગના કિસ્સાઓમાં વૃદ્ધો મોતને ભેટ્યાં છે.

હવે કોરોનાવાયરસથી સંકળાયેલી એક નવી રહસ્યમય બીમારી બાળકોમાં જોવા મળી છે. જેના પગલે અનેક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે, જેમાંના મોટા ભાગના ન્યૂ યોર્ક રાજ્યમાં નોંધાયા છે. આ બાળકોની વય છ વર્ષથી ઓછી છે. આ બીમારીની સારવાર દરમિયાન તેમાનાં કેટલાંક બાળકોનું દુ: ખદ અવસાન પણ થયું છે.

જેમ જેમ કોરોનાવાયરસ પ્રસરતો જઇ રહ્યો છે તેમ તેમ તેના ચેપગ્રસ્તોના શરીરમાં કેવી અસરો થઇ રહી છે તેનું ચિત્ર વધારે સ્પષ્ટ થઇ રહ્યું છે. બાળકોમાં વિચિત્ર પજવણી કરનારો “કાવાસાકી રોગ” ઘણા દુ:ખદાયક અસરોમાંથી એક છે.

આ રોગની અણધારી પ્રકૃતિને જોતાં, ડોકટરો અને સંશોધનકારો COVID-19 નાં આવાં વધુ પાસાંઓ શોધી કાઢવા સતત પોતાની જાત બાળી રહ્યા છે. કોવિડ-19એ 13 મે, 2020 સુધીમાં વિશ્વભરમાં 2.91 લાખથી વધુ લોકોને મોતના દ્વાર સુધી પહોંચાડી દીધા છે.

જોવા મળ્યું છે કે 30થી40 વર્ષની યુવાવસ્થામાં કોરોનાવાયરસના દર્દી બનેલાઓને તેમની ધમનીઓમાં અલગ અલગ જગ્યાઓએ નાના-મોટા પ્રમાણમાં લોહી ગંઠાઇ જવાની તકલીફો થઇ છે. જેના કારણે શરીરના અન્ય ભાગોમાં લોહીનો પુરવઠો પહોંચતો બંધ થઇ જાય છે. લોહીની ગાંઠો દૂર કરવા તેમણે શસ્ત્રક્રિયા કરવવી પડી રહી છે. આ અંગેના અહેવાલો તો ત્યાં સુધી જણાવે છે કે કેટલીક ગાંઠો ઘાત આપે છે, જ્યારે નાના ગઠ્ઠા રુધિરકેશિકાઓ બંધ કરી રહ્યા છે. સૌથી ખરાબ બાબત તો એ છે કે પાતળું લોહી ધરાવનારાઓ પણ તેની અસરથી બચી શકતા નથી.

કેટલાક કિસ્સાઓમાં, વાયરસ રક્ત વાહિનીઓમાં લોહીના પરિભ્રમણ પર સીધો હુમલો કરે છે, જે ફેફસાંને થતા નુકસાનથી તદ્દન અલગ છે. લોહીના ગંઠાઈ જવાથી એક પછી એક અંગ કામ કરતા બંધ થવાની તકલીફ તરફ દોરી જાય છે. જે દર્દીને જીવલેણ સ્થિતિમાં મૂકે છે. આની અસર કિડની અને હૃદય જેવા મહત્વના અવયવો ઉપર થઇ રહી છે.

આજ કાલ ખાસ કરીને અમેરિકામાં વસતાં નાના બાળકોમાં, એક રોગ જોવા મળ્યો છે જેના લક્ષણો, કોરોનાવાયરસ ચેપના બીજા તબક્કામાં જોવા મળતાં લક્ષણો જેવા જ છે. સંશોધનકારો તેને પીડિયાટ્રિક મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (પીએમઆઈએસ – PMIS) કહે છે. તે ખાસ કરીને નાના બાળકો પર હુમલો કરે છે. કેટલાક ડોકટરોએ તેની તુલના ઝેરી શોક સિન્ડ્રોમ સાથે પણ કરી છે, જે બેક્ટેરિયા પેદા કરતા ઝેરને લીધે થાય છે. પીએમઆઈએસથી પ્રભાવિત બાળકોમાં, મધ્યમ કદની ધમનીઓમાં સોજો જોવા મળ્યો છે.


આ લક્ષણ છેલ્લા થોડા મહિનાઓથી જાણીતું છે. ઘણા કોરોનાવાયરસ દર્દીઓની ફરિયાદ રહી છે કે તેમની ગંધ પારખવાની અથવા સ્વાદ કરવાની ક્ષમતા અચાનક ઘટી ગઇ છે. જો કે આને ખતરનાક માનવામાં આવતું નથી. કારણ કે તેમાં દર્દી સાજો થયા પછી ગંધ અને સ્વાદ પારખવાની ક્ષમતા ફરીથી પાછી મેળવે છે. છતાં પણ આ લક્ષણ પરેશાનીજનક ચોક્કસ છે. આ લક્ષણનો સંશોધનકારો દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજી સુધી તેને સંપૂર્ણ રીતે સમજી શકાયું નથી.

ઘણીવાર રતુમડી આંખ તરીકે તેને ઓળખવામાં આવે છે. આવું નેત્રસ્તરમાં ચેપ થવાને કારણે થાય છે. જેની અસરથી આંખો લાલ અને ફેફરવાળી થઈ જાય છે. આવી આંખના લક્ષણો કોરોનાવાયરસના કેટલાક દર્દીઓમાં જોવા મળ્યા છે.

આ COVID-19નું અતિઆશ્ચર્યજનક પાસાં પૈકીનું એક છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા પછી ઘણા સમય સુધી સ્વસ્થતા અનુભવતા નથી. તેઓને ટેસ્ટ નેગેટિવ આવ્યા છતાં તેમને થાક અનુભવાય છે અને હાડકાંમાં કળતર થયા કરે છે. ડોકટરો દ્વારા કોઈ વ્યક્તિને સ્વસ્થ અને ચેપમુક્ત જાહેર કર્યા પછી આ લક્ષણો કેટલા સમય સુધી રહે છે તે સ્પષ્ટ નથી.

The post કોરોનાવાયરસથી સંકળાયેલી એક નવી રહસ્યમય બાબત આવી સામે appeared first on Gujju Media.