કોરોના વાયરસના આગમન બાદ આ શહેરમાં પાણીના વપરાશમાં થયો 15%નો વધારો

દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે-દિવસે વધતો જઇ રહ્યો છે,ત્યારે કોરોના સામેની લડાઇમાં લોકોએ પોતાના રોજીંદા જીવમમાં ફેરફાર કર્યા છે,ત્યારે આ ઘાતક વાયરસ સામેના આ ‘મહાયુદ્ધ’માં ચોખ્ખાઇ એક ‘ઢાલ’ સમાન ભૂમિકા ભજવે છે અને તે બાબત પ્રત્યે લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે.


જો વાત કરવામાં આવે અમદાવાદ કોરોના વાયરસના આગમન બાદ અમદાવાદીઓ અગાઉના સમય કરતા હવે દૈનિક ૧૫ થી ૨૦%થી વધુ પાણીનો ઉપયોગ કરતા થઇ ગયા છે.

પ્રાણ ઘાતક જીવલેણ કોરોના વાયરસના આગમન બાદ હવે લોકો સફાઇ પ્રત્યે વધુ જાગૃત્ત થઇ ગયા છે અને મોટાભાગના લોકો દિવસમાં બે વખત સ્નાન કરે છે તેમજ તક મળતાં જ પાણીથી હાથ ધોવાનું પસંદ કરે છે.


ત્યારે આ બાબતોને કારણે હવે કોરોના અગાઉના સમય કરતાં પાણીના વપરાશમાં વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં હાલમાં દરરોજ અંદાજે ૧૩૯૮ મિલિયન લીટર ડે પાણીનો વપરાશ થાય છે.


ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના મતે કોરોનાના આગમન બાદ અમદાવાદીઓમાં હવે સ્નાન તેમજ હાથ ધોવાના પ્રમાણમાં વધારો થયો હોવાથી પાણીનો વપરાશ પણ વધ્યો છે.

The post કોરોના વાયરસના આગમન બાદ આ શહેરમાં પાણીના વપરાશમાં થયો 15%નો વધારો appeared first on Gujju Media.