કોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર,આ દેશને મળી વેક્સિનને લઇને વધુ એક સફળતા

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.તેનાથી દેશ જ નહિ પરતુ વિશ્ર્વના મોટા ભાગ દેશ પરિશાન છે,ત્યારે ભારતની સાથે અમેરિકા અને રશિયાની સ્થિતિ વધુ ખરાબ છે ત્યારે યુએસ સ્થિત બાયોટેક કંપની મોડર્નાની કોવિડ -19 રસીના વાંદરાઓ પર સકારાત્મક અસર જોવા મળી છે.

ઉલ્લેખીય છે કે, આ રસી વાંદરાઓના નાક અને ફેફસામાં ચેપ અટકાવી હતી. નાકમાં વાયરસની નકલ ન કરવાને કારણે, વાયરસ ફેલાતો નથી. જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું વાંદરાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે આવા કોઈ પરિણામો મળ્યા ન હતા. આવી સ્થિતિમાં, મોડર્નાની રસી વિશે આશાઓ વધી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર હાઇડ્રોક્સિક્લોરોક્વિનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ દવા કોરોનાના શરૂઆતના સ્ટેજમાં કામ કરે છે, કેટલાય મેડિકલ ઓફિસર પણ સહમત થયાં છે. મે મહિનામાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ દરરોજ હાઇડ્રોક્સિક્લોરોક્વિન લે છે. આ સાથે જ ટ્રમ્પ ગેમ ચેન્જર દવા ગણાવી ચૂક્યા છે.

ટ્રમ્પનું કહેવું છે કે, જ્યારે કોરોના રસી તૈયાર થાય ત્યારે યુએસ તેને અન્ય દેશોમાં સપ્લાય કરી શકે છે. જેમ આપણે અન્ય દેશોને વેન્ટિલેટર અને અન્ય આવશ્યક ચીજો આપી હતી, તેવી જ રીતે અમે તેમને રસી પણ આપીશું. આ રસી વર્ષના અંતમાં અથવા 2021 ની શરૂઆતમાં યુ.એસમાં તૈયાર થવાની અપેક્ષા છે.

The post કોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર,આ દેશને મળી વેક્સિનને લઇને વધુ એક સફળતા appeared first on Gujju Media.