ગુજરાતની મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2019 જાનકી બોડીવાલા..

ડી-ટાઉન ડીવા જાનકી બોડીવાલા જેટલી સુંદર અને ચાર્મિંગ છે એટલી જ ટેલેન્ટેડ પણ છે. એક્ટ્રેસ એકદમ નેચરલ અદાકારા છે સાથે જ ગુજરાતી ફિલ્મોમાં ધાંસૂ પર્ફોર્મન્સ આપીને વાહવાહી પણ ખૂબ મેળવી રહી છે. 2019માં આવેલી તેની ફિલ્મ ‘બઉ ના વિચાર’માં તેણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જાનકીને મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2019 ના ખિતાબથી સન્માનિત કરવામાં આવી છે.


જાનકીએ જણાવ્યું હતું કે આ ટાઈટલ મારા માટે ખૂબ મહત્વનું છે. મને લાગે છે કે કોઈપણ લિસ્ટમાં પહેલા નંબર પર આવી હોય તેવું ખૂબ લાંબા સમય બાદ બન્યું છે. છેલ્લે અમદાવાદ ટાઈમ્સ ફ્રેશ ફેસ 2014 બની હતી. આ સન્માન માટે મને અને અમદાવાદ ટાઈમ્સને વોટ આપવા માટે હું મારા તમામ ફેનનો આભાર માનું છું.

View this post on Instagram

"ANKH MARE😉😎" part-2(video) 🤘 Choreography:- @divyas_choreography💃 Cinemetography:- @aanandshukla🎥 Editing :- @r.sc 💥 @parthdoshi1998 🎶 Studio partner – @waves_dance Special thanks :- @maddy_waves @micky_waves Concept by [email protected]_waves #newyear #firstvideo #letsdoit #melvin #nehakakkar #ranveersingh #simba #saraalikhan

A post shared by JB (@jankibodiwala) on

મને નવી-નવી વસ્તુઓ શીખવાનો શોખ છે. ફેમિના મિસ ઈન્ડિયા પણ મારા માટે એક પડકાર સમાન હતું, તેમાંથી પણ મને ઘણું શીખવા મળ્યું. છેલ્લા કેટલાક મહિનાથી હું ડાન્સ શીખી રહી છું અને મારી લિસ્ટમાં હવે સિંગિંગ છે. હાલ તો હું એક્ટર તરીકે એન્જોય કરી રહી છું અને કેમેરાની સામે હોવું તે મને સૌથી વધારે સંતોષ આપે છે. હું મારી જાતને માત્ર મસાલા ફિલ્મ પૂરતી સીમિત રાખવા માગતી નથી, ગુજરાતી ફિલ્મોમાં પણ હું અલગ-અલગ રોલ પ્લે કરવા માગું છું.

The post ગુજરાતની મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2019 જાનકી બોડીવાલા.. appeared first on Gujju Media.