ગુજરાતમાં આવી શકે છે પગાર કાપ,આટલા ટકા સુધી ધટી શકે છે પગાર

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે તમામ ઉદ્યોગો ભયંકર આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ક્યારેય ન આવી હોય તેવી ખરાબ પરિસ્થિતિમાં પસાર થઇ રહેલા ઉદ્યોગો પણ ફિક્સ ખર્ચા જેવા કે લોનના હપ્તા, વ્યાજ, પગાર, ભાડું વગેરે ચૂકવવું પડે છે. જેને લઈ GCCIના રિઝયોનલ કાઉન્સીલે ગુજરાતના મુખ્યમંત્રીને વિજય રૂપાણીને કર્મચારીઓનો પગાર કાપી લેવાને લઇ વિનંતી કરતો પત્ર લખ્યો છે.

કાઉન્સીલના અધ્યક્ષ દુરર્ગેશ બુચે પત્રમાં વધું જણાવ્યું છે કે લોકડાઉનમાં છેલ્લા ઘણા વખતથી ઉદ્યોગો નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યું હોવા છતાં કર્મચારીઓને ખાદ્યપદાર્થ -રહેવા, પગાર જેવી વિવિધ સુવિધાઓ કરી રહ્યાં છીએ.

લોકડાઉન પૂર્ણ થાય બાદ પરિસ્થિતિ સામાન્ય થવામાં ઘણો સમય લાગશે, હવે આગળ કર્મચારીનો પગાર કેવી રીતે કરવો એક મોટી સમસ્યા છે. તેમને વધુમાં જણાવ્યું છે કે હાલમાં જે ઉદ્યોગો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ બનાવે છે તે ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં આવતા હોય તો તેમને ફરજિયાત પગાર ચુકવવાની જોગવાઈ લાગુ પડે નહીં તેની સામે સ્પષ્ટતા કરવા નમ્ર વિનંતી છે.

જયારે રેડ ઝોનમાં આવતા ઉદ્યોગોએ પૂરેપૂરો પગાર ચૂકવવાનો હોવા છતાં ઘણા ઉદ્યોગો સુપ્રીમમાં ગયા છે. આમ આવા સંજોગોને ધ્યાનમાં રાખી સરકાર અમને 20 હજાર સુધીના માસિક વેતનવાળા કર્મચારીઓને 70 ટકા સુધી અને તેનાથી ઉપર એટલે કે 20 હજારથી વધુ વેતન ધરાવતા કર્મચારીઓને 50 ટકા સુધી વેતન આપવા મંજરી આપવામાં આવે તો ન્યૂનતમ 15 હજાર અને મહત્તમ 50 હજારની મર્યાદા જળવાઈ રહે.

આ ઉપરાંત દૈનિક વેતન પર રાખેલા શ્રમિકોને મનરેગા પ્રમાણેના નિર્ધારીત ધોરણે અથવા તો લઘુત્તમ વેતનના દૈનિક ધોરણે પગાર ચુકવવો.

The post ગુજરાતમાં આવી શકે છે પગાર કાપ,આટલા ટકા સુધી ધટી શકે છે પગાર appeared first on Gujju Media.