ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ

કોરોના વાયરસના કારણે કેટલાય સમયથી શાળા-કોલેજ બંધ છે અને ઓનલાઇલ શિક્ષણને લઇ રોજ નવી નવી વાતો આવતી રહેતી હોય છે,ત્યારે ઓનલાઈન એજ્યુકેશને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટમાં આજે ઓનલાઈન એજ્યુકેશન અને ફી માંફી અંગેની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર રદ્દ કર્યો છે અને શાળાઓને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવા આદેશ આપ્યા છે.

ઓનલાઇન શિક્ષણ મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ છે. રાજ્ય સરાકરે રજૂ કરેલો ફી માફીનો પરિપત્ર કોર્ટ રદ્દ કર્યો છે. જો કે હજુ નવો પરિપત્ર ન આવે ત્યાં સુધી આ મુદ્દે કંઇજ સ્પષ્ટતા નથી થઇ.

જો કે હાલ કોર્ટે સરકારની સંપૂર્ણ ફી માફીની રજૂઆતને નકારી છે. જો કે આ સાથે સરકારે ઓનલાઇન શિક્ષણ ચાલું રાખવા માટેના શાળાઓને આદેશ કરાયા છે. શાળા સંચાલકોની મુદ્દા જાણ્યા બાદ ફરી નવો પરિપત્ર જાહેર કરાશે.

ગુજરાત હાઈકોર્ટમાં આજે ઓનલાઈન એજ્યુકેશન અને ફી માંફી અંગેની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર રદ્દ કર્યો છે અને શાળાઓને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવા આદેશ આપ્યા છે.

ઓનલાઇન શિક્ષણ મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. CJ વિક્રમનાથ-પારડીવાલાની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે HCમાં પરિપત્ર રજૂ કર્યો છે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો. શાળા શરૂ ન થાય ત્યા સુધી ફી ન લેવા પરિપત્ર કર્યો હતો.

શાળા સંચાલકોનો કેસ લઈને અમે જરૂરી નિર્દેશ આપીશું. વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ. હાઇકોર્ટેનુ શાળા સંચાલકોને સૂચન આપી છે કે, શાળા સંચાલકો ભણાવાનું ચાલુ રાખે. અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે.

The post ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ appeared first on Gujju Media.