ગુરુપૂર્ણિમા પર કોરોનાનું ગ્રહણ,ઇતિહાસમાં પ્રથમ વખત ગુરુપુર્ણિમાના અવસરે ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે રાખવામાં આવ્યા બંધ

આજે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ગુરુપુર્ણિમાના અવસરે બંધ રહ્યાં. જો કે ગુરુપુર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળું અહીં પહોંચ્યાં હતા. જે ઠાકોરના બંધ દ્રાર જોઇને નિરાશ થયા હતા. શ્રદ્ધાળુઓ ધોરી ધજા અને શિખરને દર્શન કરીને જ સંતોષ માનવો પડ્યો હતો. શ્રદ્ધાળુ ઓનલાઇન રણછોડજીના દર્શન કરી શકશે. આવતી કાલથી મંદિર દર્શનાર્થી માટે ખૂલશે પરંતુ દર્શનાર્થીઓએ પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આજે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ ડાકોર ના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે બંધ રાખવા સાથે ગુરુપૂર્ણિમા નો ઉત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છેનિજ મંદિરમાં જગતના નાથ ની સેવપૂજા કરવામાં આવી હતી

જ્યારે ગુરુપૂર્ણિમા ને લઈ લાખો ભક્તો ડાકોરધામ માં દર્શન કરવા ઉમટી પડ્યા હતા જોકે પ્રવેશ દ્વાર બંધ રાખવામાં આવતા રણછોડ ની ધોરી ધજા અને મંદિર ના ડેરા ના દર્શન કરી ભક્તોએ ગુરુ પરંપરા નિભાવી દર્શન ની અનુભૂતિ કરી હતી

આજે ગુરુપૂર્ણિમા ના દર્શન થી વંચિત રહેલા ગુજરાતભરના ભક્તો માટે ડાકોર ટેમ્પલ કમિટીએ ખુશ ખબર આપી છે અને આવતીકાલે થી ગુજરાત રાજ્યના તમામ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે.

જોકે ભક્તોએ મંદિર ની વેબસાઇટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પોતાનું ઓળખકાર્ડ બતાવી દર્શન કરી શકશે ભક્તો માં આજે ગુરુપૂર્ણિમા ના ઓનલાઈન દિવ્ય દર્શન નો લાભ સાથે દર્શન માટે ની મંદિર ની જાહેરાત થી ભક્તોમાં બેવડી ખુશી ની લહેર વ્યાપી ગઈ છે

The post ગુરુપૂર્ણિમા પર કોરોનાનું ગ્રહણ,ઇતિહાસમાં પ્રથમ વખત ગુરુપુર્ણિમાના અવસરે ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે રાખવામાં આવ્યા બંધ appeared first on Gujju Media.