ગૂગલ ક્રોમના યુઝર્સ માટે ખાસ ચેતવણી,યુઝર્સના ડેટાને પહોંચી શકે છે મોટું નુકસાન

ગુગલના પોપ્યુલર બ્રાઉઝર ગૂગલ ક્રોમના યુઝર્સ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સાયબર સિક્યુરિટી ફર્મ ક્રોમ બ્રાઉઝરમાં બે નવા ખતરાની જાણકારી મળી છે. જે યુઝર્સના ડેટાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. હેકર્સ નવા ક્રોમ 81 બ્રાઉઝરથી યુઝર્સને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા ગત ફેબ્રુઆરીમાં પણ ક્રોમ બ્રાઉઝરમાં ગંભીર પ્રકારના બગથી ડેટા ચોરીનું જોખમ ઉભુ થયું હતું.

CVE-2020-6462 અને CVE-2020-6461 નામના આ બે બગ મેમરી સાથે સંકળાયેલા છે. આ ક્રોમના ટાસ્ક શેડ્યૂલિંગ અને ડેટા સ્ટોરેજ ફંક્શન્સને અસર કરે છે. જેનો ઉપયોગ કરીને હેકર્સ ક્રોમ બ્રાઉઝર દ્વારા કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન પર વાયરસવાળા કોડ ટ્રાન્સમિટ કરે છે. જેના દ્વારા હેકરને કમ્પ્યુટરનું સંપૂર્ણ એક્સેસ મળે છે યુઝર્સની પ્રાઇવેસી અને સિકયોરિટીને ધ્યાનમાં રાખીને ગૂગલે આ ખામી વિશે વધુ માહિતી આપી નથી.

ગૂગલ એવા યુઝર્સને હેકર્સથી બચાવવા માંગે છે જે હજી પણ ક્રોમના બગવાળા વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છે. જો કે એવા પણ રિપોર્ટ છે કે આ બગ અંગે કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી. દરમિયાનમાં યુએસની સાયબર સિક્યુરિટી કંપની (CISA)એ ક્રોમ 81 બ્રાઉઝરમાં આવેલા બગ અંગે યુઝર્સને ચેતવણી આપી છે. યુઝર્સને તેમના ક્રોમ બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

ક્રોમ બ્રાઉઝરમાં આવેલા બગને વર્ઝન 81.0.4044.129 પર અપડેટ કરીને દુર કરી શકાય છે. ગૂગલે વિન્ડોઝ સહિતના તમામ મોટા પ્લેટફોર્મ માટે આ અપડેટ રોલ આઉટ કર્યું છે. ગૂગલે કહ્યું કે, આગામી દિવસોમાં સિસ્ટમમાં ઓટોમેટિક અપડેટ ઇન્સ્ટોલ કરશે.

The post ગૂગલ ક્રોમના યુઝર્સ માટે ખાસ ચેતવણી,યુઝર્સના ડેટાને પહોંચી શકે છે મોટું નુકસાન appeared first on Gujju Media.