ગેસની સબસિડીને લઇ કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય

કોરોના કાળમાં દરેક વસ્તુના ભાવમાં વધારો થઇ રહ્યો પેટ્રોલ ડિઝલ પછી શાકભાજી અને બીજી જીવનજરૂરીઆતની વસ્તુઓમાં પણ ભાવ વધારો થયો છે,ત્યારે મળતી માહિતી અનુસાર સરકારે આ મહિને ગેસના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સમયે જો તમને યાદ હોય તો છેલ્લા કેટલાક સમયથી તમને ગેસની સબસિડી મળી રહી નથી.


મળતી માહિતી અનુસાર અંદાજે મે 2020થી તમારા ખાતામાં સબસિડીના પૈસા જમા થયા નથી. આ પાછળનું કારણ એ છે કે સરકારે હવે સબસિડીની નાબૂદ કરી છે.એલપીજી સિલિન્ડર પર સબસિડી છેલ્લા એક વર્ષથી કાપવામાં આવી રહી છે. સબસિડી વાળા સિલિન્ડર પણ 100 રૂપિયા મોંઘા કરી દેવાયા છે.


આ સાથે તેની સબસિડી ઘટાડવામાં આવી નથી પણ સદંતર બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે છેલ્લા 3 મહિનાથી ગ્રાહકોને સબસિડી મળી રહી નથી. એક વર્ષમાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરમાં 100 રૂપિયાનો વધારો કરાયો છે. સબસિડીવાળા સિલિન્ડર 100 રૂપિયા મોંઘા કરાયા છે અને સબસિડી શૂન્ય કરી દેવામાં આવી છે.

રાજધાનીમાં 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ ગયા વર્ષે જુલાઈમાં 637 રૂપિયા હતો જે હવે ઘટીને 594 રૂપિયા થયો છે. કેન્દ્ર સરકારે મે મહિનામાં એલપીજી કિંમતોમાં સુધારો કરતી સમયે ગેસ સબસિડીને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ કોઈને સબસિડીના નાણાં આપવામાં આવ્યા નથી. જેના કારણે ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે.


સબસિડી વાળા અને સબસિડી વિનાના ગેસનો ભાવ હવે લગભગ સમાન થયો છે. સબસિડી વિનાના સિલિન્ડરના ભાવ ઘટ્યા છે અને સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ કારણે હવે સરકારે સબસિડી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.

The post ગેસની સબસિડીને લઇ કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય appeared first on Gujju Media.