ઘરમાં મની પ્લાન્ટ લગાવવો કેમ શુભ ગણાય છે. આ છોડની વેલ જમીન ઉપર ફેલાય તો વાસ્તુદોષ વધે છે

ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલાંક પ્રકારના ઉપાય બતાવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રાનુસાર ઘરમાં કેટલાંય પ્રકારના છોડ વાવવાથી તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ મળે છે. વાસ્તુશાસ્ત્રમાં છોડ કે વૃક્ષ રોપવાની એક દિશા હોય છે, જો છોડને યોગ્ય દિશામાં રોપવામાં આવે તો ઘરમાં સુખ અને સ્મૃદ્ધિ બની રહે છે. જો ખોટી દિશામાં રોપવામાં આવે તો તેનો નુકસાન પણ થઇ શકે છે. મની પ્લાન્ટના છોડને ઘરમાં કયાં રોપવો અને કયાં ન રોપવો તે આવો આપને જણાવીએ.

  • મની પ્લાન્ટના છોડને ઘરમાં રાખવા માટે આગ્નેય એટલે દક્ષિણ-પૂર્વ સૌથી સારી દિશા માનવામાં આવે છે. મની પ્લાન્ટ આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધે છે. દક્ષિણ-પૂર્વ દિશાનો કારક ગ્રહ શુક્ર છે. શુક્ર ગ્રહ વેલ ધરાવતા છોડનો પણ કારક છે.
  • મની પ્લાન્ટને ઈશાન એટલે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું નહીં. આ દિશાનો કારક બૃહસ્પતિ ગ્રહ છે. શુક્ર અને બૃહસ્પતિ બંને એકબીજાના દુશ્મન છે. આ કારણે આ દિશામાં શુક્ર ગ્રહનો છોડ રાખવો જોઇએ નહીં.
  • મની પ્લાન્ટ જેટલો લીલો હોય છે, તેટલો જ શુભ માનવામાં આવે છે. તેના પાન કરમાઇ જવા, પીળા કે સફેદ થવા અશુભ માનવામાં આવે છે. એટલે જ, તેના ખરાબ પાનને તરત હટાવી દેવા જોઇએ. છોડની દેખરેખ યોગ્ય રીતે કરવી જોઇએ.
  • મની પ્લાન્ટને ઘરની બહાર લગાવવો અયોગ્ય મનાય છે. એને હંમેશા ઘરમાં જ મુકવો જોઈએ. તેનું પાણી સમયે-સમયે બદલતા રહેવું જોઇએ.
  • મની પ્લાન્ટ એક વેલ છે, જેથી તેની ઉપર તરફ આગળ વધારવી જોઇએ. આ છોડ જમીન ઉપર ફેલાયેલો હોય તો વાસ્તુ દોષ વધે છે.

(અહીં આપેલી બધી માહિતી શાસ્ત્રો અને ગ્રંથોમાં વર્ણવેલી છે. જો કે એને અપનાવતા પહેલા કોઈ વિશેષ પંડિત કે જ્યોતિષીની સલાહ અવશ્ય લઇ લો.)

The post ઘરમાં મની પ્લાન્ટ લગાવવો કેમ શુભ ગણાય છે. આ છોડની વેલ જમીન ઉપર ફેલાય તો વાસ્તુદોષ વધે છે appeared first on Gujju Media.