ઘરે બનાવો અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ,જાણો ઘૂઘરા સેન્ડવીચ બનાવવાની રીત

જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. જાણી લો તેની રીત.

સામગ્રી

 • 6 નંગ બ્રેડ સ્લાઈસ
 • 2 નંગ સમારેલું કેપ્સિકમ
 • 2 નંગ સમારેલી ડુંગળી
 • 1 ચમચી બારીક સમારેલા લીલા મરચા
 • 2 ચમચી સમારેલી કોથમીર
 • 1 ચમચી ચીલી ફ્લેક્સ
 • 1/2 ચમચી ચાટ મસાલો
 • સ્વાદાનુંસાર મીઠું
 • 3 ચમચી મુજબ બટર
 • 3 ચમચી કોથમીર-મરચાની ચટણી
 • 1 કપ છીણેલું ચીઝ

બનાવવાની રીત

એક બાઉલમાં સમારેલા કેપ્સિકમ, સમારેલી ડુંગળી, સમારેલા લીલ મરચાં, સમારેલી કોથમીર, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો અને સ્વાદાનુંસાર મીઠું લઈને મિક્સ કરી લો.3 બ્રેડની સ્લાઈલ લો. તેની કિનારી કાપીને તેની પર બટર લગાવી દો. હવે તેના પર ગ્રીન ચટણી લગાવો. બાદમાં કેપ્સિકમ અને ડુંગળીમાંથી તૈયાર કરેલું મિશ્રણ તેમાં પાથરી દો.

હવે તેના પર છીણેલું ચીઝ મૂકો. તમે તમારા ટેસ્ટ મુજબ ચીઝનું પ્રમાણ વધારે-ઓછું કરી શકો છો.તમે જે ત્રણ સ્લાઈસ બનાવી છે. જેમાંથી એક સ્લાઈસની ઉપર બીજી સ્લાઈસ સીધી અને ત્રીજી સ્લાઈસ ઊંઘી મૂકી તેને હળવા હાથે પ્રેશ કરી લો. હવે બ્રેડની ઉપરની તરફ ફરીથી થોડું બટર લગાવી દો. આ સેન્ડવિચને ગ્રીલરમાં ગ્રીલ કરી દો. તો લો તૈયાર છે ઘૂઘરા સેન્ડવીચ. આ સેન્ડવીચને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

The post ઘરે બનાવો અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ,જાણો ઘૂઘરા સેન્ડવીચ બનાવવાની રીત appeared first on Gujju Media.