ઘરે બનાવો બધાની પ્રિય રસમલાઇ,જાણો રસમલાઇ બનાવવની એકદમ ઇઝી રેસિપી

તહેવારોની મોસમ આવી રહી છે,અને એક બાજૂ કોરોનાવાયરસનો કહેર પણ વધી રહ્યો છે, કોરોનાવાયરસના કારણે આપણે બહારથી મીઠાઇ લાવી શક્તા નથી ત્યારે આવી સ્થિતિમાં ઘરે જ મીઠાઇ જોઇએ.એમા પણ રક્ષાબંધનનો પણ તહેવાર આવી રહ્યો છે ત્યારે ઘરે બનાવો રસમલાઈ નાના-મોટા સૌવને પસંદ આવશે.

દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને.

સામગ્રી

  • ૭ કપ દૂધ
  • ૪ કપ ખાંડ
  • ૩ કપ પાણી કેસર
  • પિસ્તા બદામ
  • લીંબુનો રસ રીત

બનાવવાની રીત

સૌથી પહેલા રસ બનાવવા માટે ૩ કપ દૂધ ઉકળવા માટે રાખી દો. તેના પછી દહી બનાવવા માટે અલગથી દૂધને ઉકાળીને રાખો અને તેમાં લીંબુ નીચોવી લો. સારી રીતે મેળવીને તેને મલમલના કપડામાં ગાળી લો. હવે એક પ્રેશર કુકરમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો.

હવે જે દહી તૈયાર થયું છે તેને સારી રીતે પીસી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે આ તૈયાર ગોળીઓને પ્રેશર કુકરમાં નાંખીને એક સીટી વગાડો. હવે આ જ સમયે બીજી બાજુ તે ચકાસી લો કે રસ તૈયાર થયો છે કે નહી. આ રસમાં ખાંડ, ઈલાયચી, પિસ્તા, બદામ અને કેસર નાંખો અને ઠંડુ થવા મૂકી દો.

હવે આ તૈયાર દહીની ગોળીઓને પ્રેશર કુકરમાંથી બહાર નીકાળો અને હળવેથી પ્રેસ કરો જેનાથી પાણી બહાર નીકળી જાય. જ્યારે રસ ઠંડો થઈ જાય ત્યારે ગોળીઓને તેમાં નાંખીને ફ્રીજમાં રાખી દો. તમારી રસમલાઇ બિલ્કુલ તૈયાર છે.

The post ઘરે બનાવો બધાની પ્રિય રસમલાઇ,જાણો રસમલાઇ બનાવવની એકદમ ઇઝી રેસિપી appeared first on Gujju Media.