ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સની ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ કરવામાં આવી બંધ

ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ બંધ કરવાના નિર્ણય બાદ દેશમાં અસર જોવા મળી રહી છે. ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સ ભારતમાં બંધ કરી રહી છે. ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ કરી દેવામાં આવી છે.

UC browser ના કર્મચારીઓને એ પણ કહેવામાં આવ્યું છે કે તેમને કંપની, ઓપરેશન્સ, બંધ કરવાનો નિર્ણય લેવા માટે Compensate કરશે.

તમને જણાવી દઇએ કે યૂસી બ્રાઉજર Alibaba આ આધીન કામ કરનાર કંપની છે. આ ભારતમાં ગૂગલ બાદ સૌથી વધુ ઉપયોગ થનાર એપ હતી. Alibaba દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીઓમાંથી એક છે જેના સંસ્થાપક જૈક મા છે.

તમને જણાવી દઇએ કે ભારત સરકારે આંતરિક સુરક્ષાનો હવાલો આપતાં ચીનના 59 એપ્સ પર પાબંધી લગાવી દીધી હતી. આ તમામ કંપનીઓને સરકારે પોતાનો પક્ષ રાખવા માટે કહ્યું હતું. આ દરમિયાન અલીબાબાએ કોઇ સ્પષ્ટતા આપ્યા વિના કારોબાર સમેટી લેવાનો નિર્ણય કર્યો છે.

The post ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સની ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ કરવામાં આવી બંધ appeared first on Gujju Media.