ચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી

ચોમાસાની સિઝનમાં કઇ તીખુ અને તળેલુ ખાવની ઇચ્છા થતી હોય છે ત્યારે એમા જો ફૂલેલી અને કરકરી આ અનિયન રીંગ્સ્ મળી જાય તો મજ્જા જ પડી જાય,આ મજેદાર નાસ્તો દરેક ઉંમરના લોકોને, ખાસ કરીને બાળકોને પસંદ પડે એવો છે.તેની સાથે જ બર્ગર સાથે અનિયન રીંગ્સ્ પણ ખૂબ ટેસ્ટી લાગે છે.

સામગ્રી

  • ૨ કપ કાંદાની જાડી રીંગ્સ્
  • ૧/૨ કપ મેંદો
  • ૧/૪ કપ કોર્નફ્લોર
  • ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
  • ૧/૪ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
  • ૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર
  • ૨ ટીસ્પૂન પીસેલી સાકર
  • મીઠું , સ્વાદાનુસાર
  • તેલ , તળવા માટે

બનાવવાની રીત

એક ઊંડા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, લસણની પેસ્ટ, ઑરેગાનો, બેકીંગ પાવડર, પીસેલી સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે તેમાં લગભગ ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી રવઇ વડે એવી રીતે વલોવી લો કે તેમાં લોટના ગઠોડા ન રહે.આ ખીરાને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તૈયાર કરેલા ખીરામાં કાંદાની રીંગ્સ્ એક પછી એક નાંખતા જાવ અને ખાત્રી કરો કે રીંગની દરેક બાજુએ સરખા પ્રમાણમાં ખીરાનું આવરણ બની જાય. તે પછી તેને તેલમાં મધ્યમ તાપ પર રીંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળવા માટે તમે ૪ થી ૫ રીંગસ્ સાથે લઇ શકો છો.તળી લીધા પછી રીંગ્સ્ પર ચાટ મસાલો છાંટી હળવેથી ઉપર નીચે કરી મિક્સ કરી લો.તરત જ પીરસો.

The post ચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી appeared first on Gujju Media.