જાણો કેવી રીતે સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં રહેલી એપમાં બોલવાથી થઈ શકશે કોરોના ટેસ્ટ

કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે,ત્યારે કોરોના ટેસ્ટને લઇને પણ ઘણા વિવાદ સામે આવ્યા હતા,મુંબઈ મનપા દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં હવે અવાજ ઉપરથી ખબર પડશે કે, તમને કોરોના છે કે નહીં.

બીએમસી આવતા અઠવાડિયે કોવિડ -19 નું નિદાન માટે એક નવી જ પદ્ધતિનો ઉપયોગ કરવા જઈ રહ્યુ છે.મુંબઈ મનપાના એડિ. મ્યુ. કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે, અમે AL-based વોઈસ સેમ્પલિંગ એપ્લિકેશનના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે.

ગોરેગાંવમાં નેશ્કો ફેસિલિટીમાં 1000 જેટલા કોરોના શંકાસ્પદ અને પોઝિટિવ વ્યક્તિઓ ઉપર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રયોગ કરીશું.મળતી માહિતી મુજબ આ પહેલા યુરોપના ફ્રાન્સ અને ઈટાલીમાં કોરોનાના દર્દીઓની ટેસ્ટિંગ માટે વોઈસ એનાલિસિસનો ઉપયોગ કરાયો હતો.

હવે નવી મુંબઈની એન્જિનિયરિંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓના એક ગ્રુપે હાલમાં જ કોરોના શંસ્કાપદ 2008 વોઈસ સેમ્પલિંગનું એનાલિસિસ આપ્યું હતું.

બીજી તરફ RT-PCR ટેસ્ટથી પરિણામ આવતા એવરેજ 24 કલાક લાગતા હોય છે, જ્યારે BMCના નવા એન્ટિજેન ટેસ્ટમાં 30 મિનિટમાં પરિણામ આવે છે. જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરાતા રેપિડ એન્ટીબોડી બ્લડ ટેસ્ટથી પણ ઝડપથી દર્દી કોરોના સંક્રમિત છે કે નહીં જાણી શકાય છે. જોકે આ ટેસ્ટ કેટલો અસરકારક છે તેના પર ઘણા સવાલો છે.

BMC સાથે જોડાયેલા એક ડોક્ટરે જણાવ્યું કે, વોઈસ એનાલિસિસ મેથડ વધારે સેન્સિટિવ નથી. તેનાથી ઘણા સકારાત્મક પરિણામો આવી શકે છે. BMCના અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર વોઈસ એનાલિસિસ પ્રોજેક્ટ તેમની પહેલ છે અને IITની ટીમ તેમને મદદ કરી રહી છે.

આ ટેસ્ટમાં વ્યક્તિએ સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં રહેલી એપમાં બોલવાનું હોય છે. આ એપ્લિકેશનમાં પહેલાથી હજારો કોવિડ-19 અને શ્વાસને લગતી અન્ય સમસ્યાના દર્દીઓના વોઈસ ડેટા મૂકેલા છે, વ્યક્તિનું વોઈસ રીડિંગ આ ડેટાબેઝ સાથે રન કરીને સ્થિતિને ડિટેક્ટ કરવામાં આવે છે.

The post જાણો કેવી રીતે સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં રહેલી એપમાં બોલવાથી થઈ શકશે કોરોના ટેસ્ટ appeared first on Gujju Media.