જાણો શા માટે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે ફ્રેંડશીપ ડે,જાણો શું છે તેની પાછળનું મહત્વ

ફ્રેંડશીપ ડે એટલે યુવાધન માટે ખાસ દિવસ, આ દિવસની ઉજવણી તેઓ પોતાના મિત્રો સાથે કરે છે. દર વર્ષે આ દિવસ ઓગસ્ટ માસના પહેલા રવિવારે ઉજવાય છે. આમ તો આ દિવસની ઉજવણી કરવાનું ચલણ ભારતમાં વિદેશથી આવ્યું છે.

પરંતુ વર્તમાન સમયમાં આ દિવસને અહીં પણ ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ક્રેઝ બાળકોમાં સૌથી વધારે હોય છે. તેઓ એકબીજા માટે ગિફ્ટ અને બેલ્ટ લઈ અગાઉથી જ આ દિવસ ઉજવવાની તૈયારીઓ કરવા લાગે છે.

માનવામાં આવે છે કે આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 1935માં અમેરિકન કોંગ્રેસએ કરી હતી. આ દિવસ ઓગસ્ટ માસના પહેલા રવિવારે ઉજવાશે તેવી ઘોષણા પણ તે સમયે થઈ હતી. આ વર્ષ બાદ આજ સુધી આ પ્રથા ચાલી આવે છે.

વર્લ્ડ ફ્રેંડશીપ ડે ક્રુસેડ દ્વારા 30 જુલાઈ 1958ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ કેટલાક દેશમાં વિધિવત રીતે તેને ઉજવવામાં આવે છે, 27 એપ્રિલ 2011ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેંબલીમાં દર વર્ષ આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.


અલગ અલગ દેશોમાં અલગ અલગ તારીખે આ દિવસ ઉજવાય છે. કેટલાક દેશમાં 20 જુલાઈ તો કેટલાક દેશમાં 30 જુલાઈએ આ દિવસ મનાવવામાં આવે છે. પરંતુ ભારતમાં તેને ઓગસ્ટ માસના પહેલા રવિવારે જ ઉજવવામાં આવે છે.

આ દિવસની ઉજવણી લોકો ગ્રીટિંગ કાર્ડ અને ગિફ્ટ સાથે પણ કરે છે. એકબીજાને સોશિયલ મીડિયા પર વિશ કરી અને આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થાય છે. પરંતુ આ દિવસ ઉજવવાની શરૂઆત કેવી રીતે અને શા માટે થઈ તેના વિશે લોકો જાણતા નથી.

આ વર્ષે 2 ઓગષ્ટના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવશે. જીવનમાં કેટલીક વાતો આપણે આપણા માતા-પિતા સાથે પણ શેર નથી કરતા પરંતુ દોસ્તોને કરીએ છીએ. એ માટે આ બંધન વધારે ખાસ થઈ જાય છે. કેટલીક વખત મુસીબતમાં દોસ્તો સહારો બને છે, સંભાળી લે છે અને નવી ઉર્જા આપે છે.

કહેવામાં આવે છે કે હોલમાર્ક ગ્રીટિંગના ફાઉન્ડર જોએસ હાલે 1930માં આ દિવસને દોસ્તોના નામે સમર્પીત કર્યો છે અને પોતાના દોસ્તોની સાથે ગ્રીટિંગ કાર્ડ્સ અને ભેટની પણ અદલા બદલી કરી હતી. ત્યારથી આ દિવસને ઉજવવામાં આવે છે. તેના સિવાય એવું પણ માનવામાં આવે છે કે, 1935માં એમેરિકામાં એક વ્યક્તિના મોત બાદ જ્યારે તેના દોસ્તે આત્મહત્યા કરી લીધી ત્યારે સરકારે આ દિવસને મિત્રતાના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી.

સામાન્ય રીતે પોતાના જ દોસ્તોને સારૂ મહેસુસ કરાવવું જોઈએ. પરંતુ ફ્રેન્ડશીપ ડે તે ખાસ મોકો છે. જ્યારે દોસ્તી ઉપર પ્રાઉડ ફિલ કરાવી શકો છો. અને તેની સાથે વિતાવેલી પળોને યાદ કરો છો. આ દિવસને ખાસ બનાવવા માટે તમારા મિત્રને ઓનલાઈન ભેટ મોકલાવી શકો છો. આ ઉપરાંત વિડીયો કોલ્સ અને ચેટ્સનો સહારો પણ લઈ શકાય છે.

The post જાણો શા માટે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે ફ્રેંડશીપ ડે,જાણો શું છે તેની પાછળનું મહત્વ appeared first on Gujju Media.