જાણો શા માટે ભડક્યો સલમાન ખાન,દબંગખાને કોના ઉપર લીગલ એક્શન લેવાની કહી વાત

સલમાન ખાન તેની એક્ટિંગથી તો બધાંનું દિલ જીતી જ લે છે પરંતુ તેનો ગુસ્સો પણ જગજાહેર છે. હાલમાં જ સલમાન ખાન એક અફવાને કારણે ભડક્યો છે. હકીકતમાં થોડાં દિવસોથી એવી અફવા ફેલાઈ રહી છે કે, સલમાન ખાન તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ માટે કાસ્ટિંગ કરી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાન ફિલ્મ્સથી પણ લોકોને મેસેજ મળ્યા છે અને એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે, સલમાન લોકડાઉનમાં ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યો છે

પણ તમને જણાવી દઈએ કે, આ તમામ અટકળો પર સલમાન ખાને પૂર્ણવિરામ લગાવી દીધો છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, તે કોઈ જ ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યો નથી. સલમાને આવી અફવાઓ ફેલાવનારાઓ સામે લીગલ એક્શન લેવાની પણ વાત કહી દીધી.

સલમાને એક ટ્વિટ કરીને લખ્યું- ના તો હું અને ના તો સલમાન ખાન ફિલ્મ્સ અત્યારે કોઈ જ ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યાં નથી. અમે આગામી ફિલ્મ્સ માટે પણ કોઈ જ કાસ્ટિંગ એજન્ટ હાયર કર્યો નથી. જેથી જો આ બાબતો તમને કોઈ મેલ કે મેસેજ મળે તો તેના પર વિશ્વાસ કરવો નહીં. જો ખોટી રીતે કોઈ મારા અને સલમાન ખાન ફિલ્મ્સના નામનો ઉપયોગ કરશે તો તેની સામે લીગલ એક્શન લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, લોકડાઉનમાં સલમાનના બે ગીતો રિલીઝ કરવામાં આવ્યાં છે. તેરે બિના સોન્ગ જેકલીન સાથે શૂટ કરવામાં આવ્યો છે જ્યારે પ્યાર કરોના પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ બંને સોન્ગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.

The post જાણો શા માટે ભડક્યો સલમાન ખાન,દબંગખાને કોના ઉપર લીગલ એક્શન લેવાની કહી વાત appeared first on Gujju Media.