જીઓ-મીટ પર લાગ્યો કોપીનો આરોપ,ઝૂમ લઇ શકે છે લીગલ એક્શન

હાલમાં જ ઝૂમ એપ્લિકેશનને ટક્કર આપવા માટે રિલાયન્સ જીઓએ વીડિયો કોન્ફરન્સ સર્વિસ જીઓ મિટ લોન્ચ કર્યુ હતું. જેના પર સમિર રાજે કે જે ભારત ઝૂમ કમ્યૂનિકેશનના હેડ છે તેમણે કહ્યું કે તે લે-આઉટ જોઇને શોક થઇ ગયા છે.

તમણે વધુમાં જણાવ્યું હતુ કે, તે જીઓમિટ પર ભવિષ્યમાં લીગલ એક્શન લેશે. આવુ પહેલી વાર નથી થયુ કે ઝૂમ કોમ્યૂનિકેશન માટે કોમ્પિટીશન માર્કેટમાં આવી હોય. ઝૂમની ટેકનોલોજી તેને વાપરવાવાળો વર્ગ અને સ્ટ્રેટેજી કસ્ટમર્સને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે.

જીઓ-મિટ અને ઝૂમમાં ઘણી બધી સામ્યતા છે, એવુ કહી શકાય કે જીઓએ ઝૂમને કોપી કરી લીધુ છે જેને લઇને ઝૂમ કમ્યૂનિકેશનના હેડ ચર્ચા કરી રહ્યા છે અને ભવિષ્યમાં લીગલ એક્શન પણ લઇ શકે છે. રાજેએ જણાવ્યું કે ઝૂમની ટીમ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન મિનિસ્ટરીના સંપર્કમાં છે અને તેમની સાથે આ મુદ્દે વાત થઇ રહી છે. હવે નિર્ણય શું આવે છે તે જોવું રહ્યું.

તમને જણાવી દઇએ કે, ભારતીય સરકારે ચીનની 59 ઍપ્સ બૅન કરી દેવામાં આવી છે કારણકે ગલવાન વૅલી પર થયેલી ચીન અને ભારત વચ્ચેની અથડામણને કારણે ભીરત સરકારે આ નિર્ણય લીધો છે. બાદમાં ઘણી બધી મુશ્કેલીઓ યુઝર્સને ફેસ કરવી પડી છે પરંતુ જીઓ-મીટ જેવી એપ્લિકેશન ચાઇનીઝ એપ્સની ખોટ પૂરી દેશે.

The post જીઓ-મીટ પર લાગ્યો કોપીનો આરોપ,ઝૂમ લઇ શકે છે લીગલ એક્શન appeared first on Gujju Media.