‘જીગર જાન’ ફેમ વિજય સુવાળા ના જીવનની અમુક વાતો: થઇ ચુક્યા છે લગ્ન

ઉત્તર ગુજરાત ના કડી તાલુકા થી ૪ કિલોમીટર દુર આવેલા નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને ટ્રિબ્યુટ આપતા પોતાની અટક જ સુંવાળા કરી છે. 4 જી ઈન્ટરનેટ ના જમાનામાં હર કોઈ પોતાની આગવી એક કળા ને યુટ્યુબ ની દુનિયા માં બતાવી રહ્યા છે. આપણે આજે એવાજ એક ફેમસ સિંગર વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમનું નામ આજે ગુજરાત ના દરેક લોકો સારી રીતે જાણે છે. જેમનું નામ વિજય સુંવાળા છે.

વિજય સુવાળા ૪ વર્ષથી આ પ્રોફેશન માં છે. તેઓ જયારે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હતા ત્યારે શાળામાં વિજ્ઞાન મેળો હતો તે દરમિયાન તેમણે એક પોગ્રામમાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ માં તેમને પ્રાર્થના ગાવા ની હતી અને ખુબ મહેનત કર્યા બાદ તેમણે આ પ્રાર્થના ગાઈ. તેમનો આ સુરીલો આવાજ સંભાળીને શાળાના શિક્ષકો તેમજ ઘરનાએ તેમને પ્રોત્સાહિત કર્યા અને આ ફિલ્ડમાં આગળ વધવાની સલાહ આપી. ત્યારથી તેમણે ગાવાની શરૂઆત કરી.

વિજય સુવાળા ની ખાસ વાત એ છે કે તેમને ગીતો ગાવા માટે કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી. તેમને મોબાઈલ માં મણીરાજ બારોટ, જીગ્નેશ કવિરાજ વગેરે કલાકારો ના ગીતો સાભળીને પ્રેકટીસ કરત હતા. તેમના મોટા બાપા ના ઘરે રાસગરબા ના આયોજન દરમિયાન તેમણે ગરબા ગાયા હતા. અને આ ગરબા ગાવા માટે તેમના મોટા બાપાએ જ પ્રોત્સાહન આપ્યું હતું. જયારે તેઓ ગરબા ગાઈ રહ્યા હતા ત્યારે લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. અને આ રીતે તેમની કારકીદીની શરૂઆત થઇ હતી.

વિજય સુવાળા ને સૌથી પ્રિય રેગડી છે. રેગડી તેઓ નાનપણથી ગાય છે. રેગડી ની કળા તેમને તેમના ફાધર અને દાદા પાસેથી મળી છે તેઓ વિહત માતાના ભુવાજી હતા. આ સિવાય ગરબા, ગુજરાતી સોંગ, લોકગીતો, હિન્દી ગીતો ગાવાનું પસંદ કરે છે.

વિજય સુવાળા ના લગ્ન થઇ ચુક્યા છે. તેમના પરિવારમાં પપ્પા, મમ્મી અને ૩ ભાઈ છે જેઓના લગ્ન થઇ ચુક્યા છે. અને તેઓ આજે પણ સંયુક્ત કુટુંબ માં રહે છે. વિજય સુવાળા ના પપ્પા બિલ્ડર લોબીનું કામ કરે છે. વિજય સુવાળા પરીવાર ધાર્મિક સ્થળોએ ફરવાનું વધારે પસંદ કરે છે જેમાં દ્વારકા, જુનાગઢ મુખ્ય છે.

વિજય સુવાળા મોટી મૂછો અને મોટી દાઢી માં અને વધારેલા વાળ સાથે દર્દિલા ગીતો ની રમઝટ બોલાવે છે. તેમના લોકપ્રિય ગીતોમાં મહોબત ખપે બીજું કઈ ન ખપે, દુનિયા ડોલે છે, આજ સમય તારો કાલ મારો આવશે, જીગર જાન છે.

The post ‘જીગર જાન’ ફેમ વિજય સુવાળા ના જીવનની અમુક વાતો: થઇ ચુક્યા છે લગ્ન appeared first on Gujju Media.