જે લ્યુકેમિયા કેન્સરના કારણે થયું રિશી કપૂરનું મોત જાણો તેના વિશે શું છે લ્યુકેમિયા કેન્સર

અભિનેતા ઇરફાન ખાન પછી 67 વર્ષીય રિશી કપૂરનું નિધન થયું. છેલ્લા બે વર્ષથી તેઓ કેન્સરની સામે લડી રહ્યા હતા. ગુરુવારે સવારે મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

રિશી કપૂર લ્યુકેમિયાથી પીડિત હતા જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. બ્લડ કેન્સર લોહી બનાવતા ટીશ્યુનું કેન્સર છે, જેમાં બોન મેરો પણ સામેલ છે. સારવારની વાત સ્વીકારતા રિશી કપૂરે તેમના છેલ્લા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, જેમ લોકો લિવર, કિડની અને હાર્ટની બીમારીની સામે લડી રહ્યા છે એવી જ રીતે મારી બોન મેરો ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જાણો શું લ્યુકેમિયા શું છે .

જાણો શું છે લ્યુકેમિયા

આ એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જેને ક્રોનિક લિમ્ફોસાઈટિક લ્યુકેમિયા (CLL) પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે શરીરમાં રહેલ સફેદ બ્લડ સેલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે પરંતુ લ્યુકેમિયાના કિસ્સામાં, આ કોષોની સંખ્યામાં અસામાન્ય વધારો થવાનું શરૂ થાય છે. તેનો આકાર પણ બદલાવા લાગે છે. ધીમે ધીમે બીમારી સામે લડવાની ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી ઘટી જાય છે. તેના મોટાભાગના કિસ્સા વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે.

લ્યુકેમિયાનું ચોક્કસ કારણ શું છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું પરંતુ કેટલાક લક્ષણો એવા છે કે જે દેખાય ત્યારે અલર્ટ થઈ જવું જોઈએ જેમ કે-ઝડપી વજન ઘટી જવું,થાક લાગવો,વારંવાર શરીરમાં ચેપ લાગવો અથવા બીમાર થવું,માથામાં દુખાવો,ત્વચા પર ડાઘ,હાડકામાં દુખાવો,અતિશય પરસેવો

લ્યુકેમિયાના કારણો હજુ સુધી શોધી શકાયા નથી પરંતુ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સ્મોકિંગ, બ્લડ ડિસઓર્ડર, જિનેટિક ડિસઓર્ડર અને હાઈ લેવલનું રેડિએશન તેનું જોખમ વધારે છે.

લ્યુકેમિયા ફેફસાં, હૃદય, ટેસ્ટિસ અને કિડની જેવા શરીરના ઘણા ભાગોમાં ફેલાય છે. જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો મૃત્યુ થઈ શકે છે. બ્લડ ડિસઓર્ડર અને કેન્સર નિષ્ણાત મળીને તેની સારવાર કરે છે. ટ્રીટમેન્ટ દરમિયાન કીમોથેરેપી, રેડિએશન થેરેપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન બોન-મેરો ટ્રાન્સપ્લાન્ટપણ કહેવામાં આવે છે.

The post જે લ્યુકેમિયા કેન્સરના કારણે થયું રિશી કપૂરનું મોત જાણો તેના વિશે શું છે લ્યુકેમિયા કેન્સર appeared first on Gujju Media.