જ્યારે અડધી રાતે હોટલમાં થઇ હતી મૌની રૉયનો રૂમ ખોલવાની કોશિશ

જીવનમાં બધા લોકપ્રિય થવા ઈચ્છે છે પણ સેલિબ્રીટીજ માટે ઘણીવાર આ લોકપ્રિયતા માથાનો દુખાવો બની જાય છે. ક્યારેક કેટલાક ફેંસ હદ પાર કરી જાય છે અને પરંતુ તેમને તેમના ફેંસને કહેવા ઠીક નથી કારણ કે ફેંસ ક્યારે પણ તેમના પ્રિય કલાકારનુ અહિત કરતા નથી. મૌની રૉય કેટલી પૉપુલર છે આ વાત કોઈથી છુપાઈ નથી. ટીવી શો નાગિન પછી તે ઘર-ઘરમાં લોકપ્રિય થઈ છે અને હવે ફિલ્મોમાં પણ અભિનય કરી રહી છે.

ત્યારે તેમણે આપેલા એક ઈંટરવ્યૂહમાં મૌનીએ એવી ઘટનાની ચર્ચા કરી છે જે તેની નજરમાં ખૂબ ખતરનાક છે. ત્યારબાદ તેણીએ નાના શહેરોમાં જવાનું બંધ કરી નાખ્યુ છે. વાત ત્યારની છે જ્યારે નાગિન સીરીયલની સીજન 2 ચાલી રહી હતી. ત્યારે તેને એક કાર્યક્રમના સિલસિલામાં નાના શહેરમાં જવું પડ્યું.

હોટલ પહોંચ્યા પછી મૌનીએ તેમની મેનેજરથી તેમના રૂમમાં જ સૂઈ જવા કહ્યું હતું. પરંતુ અડ્ધી રાત્રે મૌની ગભરાઈ ગઈ હતી કેમકે ત્યારે કોઈ તેમના રૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યું હતું. આ જોઇને મૌની અને તેમની મેનેજરે જોર જોરથી બૂમ પાડી. અને તરત જ હોટલ સ્ટાફને બોલવાયા. અને ત્યારબાદ ખબર પડી કે કોઈ ફેન દ્વારા આ હરકત કરવામાં અઆવી હતી. આ ઘટના બની હતી ત્યારે મૌનીની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ. અને આ ઘટનાથી તેણીએ એક આ શીખ લીધી કે ક્યારેય નાના શહરોમાં નહી જવું જોઈએ. અને આજે પણ મોંની નાના શહેરોની હોટલમાં રોકવાથી ડરે છે.

The post જ્યારે અડધી રાતે હોટલમાં થઇ હતી મૌની રૉયનો રૂમ ખોલવાની કોશિશ appeared first on Gujju Media.