ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને આપ્યો ઝટકો,હવે લોકડાઉનના નામે ગ્રાહકોને નહીં મળે આ સુવિધા

લોકડાઉનને કારણે લગભગ બધી જ ટેલિકોમ કંપનીઓએ તેમના યુઝર્સને એડિશનલ બેનિફિટ્સ ઓફર કર્યા હતા. જોકે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હવે સરકાર દ્વારા કેટલીક છૂટ આપવામાં આવી છે. જેથી ટેલિકોમ કંપનીઓ તરફથી હવે એવો નિર્ણય લેવાયો છે કે, ગ્રાહકોને કોઈ જ એડિશનલ ફ્રી બેનિફિટ્સ આપવામાં નહીં આવે. કંપનીઓ હવે તેમના ટેરિફ પ્લાન્સ પર વેલિડિટી નહીં વધારે, કારણ કે ગ્રાહકો હવે લોકલ સ્ટોરથી પણ રિચાર્જ કરાવી શકે છે.

સેલ્યુલર ઓપરેટર્સ એસોશિએશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ રાજન મેથ્યૂઝે કહ્યું કે, કોમન સર્વિસ સેન્ટર હવે રૂરલ અને અર્બન બંને ક્ષેત્રોમાં એક્ટિવ થઈ ગયા છે. જેથી લોકડાઉનને કારણે ગ્રાહકોને જે એડિશનલ વેલિડિટી અને ફ્રી બેનિફિટ્સ આપવામાં આવી રહ્યું હતું હવે તે નહીં મળે. તેમણે ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોનન તરફથી આ વાત કહી છે. ખાસ વાત એ છે કે, નાની ટેલિકોમ કંપની પણ નાના કિરાણા સ્ટોર્સ અને એટીએમની મદદથી હવે રિચાર્જ કરવાની સુવિધા આપી રહી છે.

ટેલિકોમ ઓપરેટર્સને લાગે છે કે, લોકડાઉનમાં મળેલી રાહત અને વર્તમાન ઓપ્શંસ સાથે યુઝર્સ હવે સિમ રિચાર્જ પણ સરળતાથી કરી શકે છે. આ જ કારણથી હવે ટેરિફ પ્લાન્સની વેલિડિટી એક્સટેન્ડ નહીં કરવામાં આવે. વોડાફોનએ પણ કહ્યું કે, યૂપી વેસ્ટના યુઝર્સ કિરાણા શોપ્સથી લઈને મેડિકલ સ્ટોર્સ સુધી બનાવેલા 6500 આઉટલેટ્સથી રિચાર્જ કરાવી શકે છે. સાથે જ ઓનલાઈન રિચાર્જનો ઓપ્શન પણ અવેલેબલ છે.

ભારત સરકાર તરફથી લોકડાઉન એનાઉન્સ કર્યાના પહેલાં જ સપ્તાહમાં ટેલિકોમ કંપનીઓ તરફથી પ્રીપેડ કસ્ટમર પ્લાન્સની વેલિડિટી 14 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી હતી. ત્યારબાદ તેને વધારીને 3 મે કરવામાં આવી હતી. વોડાફોન અને એરટેલને 10 રૂપિયા એક્સ્ટ્રા ટોકટાઈમ પણ યુઝર્સને ફ્રીમાં આપ્યું હતું. જ્યારે જિયો 100 મિનિટનું ફ્રી ટોકટાઈમ યુઝર્સને આપી રહ્યું હતું. જોકે, હવે રિચાર્જ પોઈન્ટ્સ ખુલતા જ આ બેનિફિટ્સ હવે ગ્રાહકોને નહીં આપવામાં આવે.

The post ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને આપ્યો ઝટકો,હવે લોકડાઉનના નામે ગ્રાહકોને નહીં મળે આ સુવિધા appeared first on Gujju Media.