ડ્રાય થઇ ગયેલા હાથની ઘરે બેઠા કરો માવજત,આ ટિપ્સ થશે ઉપયોગી

લોકડાઉનમાં ઘરે ઘરે એક જ કહાની છે રાંધો, ખાવ અને વાસણ સાફ કરો. તેમાં પણ કામવાળીની મજા માણી ચૂકેલી અનેક મહિલાઓ અને પુરુષોને અચાનક જ વાસણ સાફ કરવાનો વાર આવતા, હાર્સ કેમિકલના કારણે હાથની ડ્રાય થવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણી અને સાબુમાં હાથ રાખવાથી હાથની ચામડી નીકળી જવી, હાથ કડક થઇ જવા, હાથમાં કાપા પડતા કે હાથ શુષ્ક થઇ જવાની સમસ્યા અનેક લોકોના મોંઢેથી સાંભળવા મળે છે. ત્યારે જો તમારા હાથ પર લોકડાઉનમાં વાસણ કરી ડ્રાય થઇ ગયા હોય તો આવા હાથની માવજત માટે કરો આટલું.

આ સિવાય તમે વાસણ સાફ કરવા માટે કિચન ગ્લવનો ઉપયોગ કરી શકો છો. અનેક લોકોને સાબુમાં વપરાતા હાર્સ કેમિકલની એલર્જી હોય છે. આ સ્થિતિમાં તમે કિચન ગ્લવ પહેપરીને વાસણની સફાઇ કરી શકો છો. વધુ હાલ ઇન્ટરનેટ પર આ પ્રકારના અલગ અલગ કિચન ગ્લવ મળે છે.

વેસેલાઇન સિવાય તમે રાતના હાથમાં ધી કે એરડિંયું લગાવીને સૂઇ શકો છો. ધી લગાવાથી હાથથી કોમળતા લાંબા સમય સુધી ટકી રહે છે. વળી જે લોકોને ઉનાળામાં હાથની આંગળી પર કાપા પડતા હોય તેમના માટે એરડિંયુ લાભકારી રહેશે.

આ ઉપરાંત તમે એક કાચની શીશીમાં 1 વાટકી ખાંડ, 2 ચમચી મધ અને 5 મોટી ચમચી નારિયળનું તેલ ભરીને રાખી શકાય. હાથ ધોવા પછી તમે દિવસમાં એક વાર આ મિક્સચરના હાથમાં લગાવી થોડીવાર તેનાથી હાથ ઘસીને હાથને પાણીની સાફ કરી લો. આ કરવાથી પણ હાથ મુલાયમ રહેશે.

The post ડ્રાય થઇ ગયેલા હાથની ઘરે બેઠા કરો માવજત,આ ટિપ્સ થશે ઉપયોગી appeared first on Gujju Media.