તારક મહેતાના ચાહકો માટે ખુશીના સમાચાર,115 દિવસ બાદ શરૂ થયુ શૉનું શૂટિંગ

તારક મહેતાના ચાહકો માટે સારા સમાચાર છે, શૉનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યુ છે અને શૉના ડિરેક્ટર માલવ રાજદાએ પોતાના સોશિયલ મિડીયા પર તસવીરો શૅર કરી છે અને શૂટિંગ વિશે જાણકારી આપી છે.

માલવે સોશ્યલ મિડીયા પર લખ્યુ છે કે 115 દિવસ બાદ ફાઇનલી શૉનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે અને હવે તમે હસવા માટે તૈયાર થઇ જાઓ, કામ કર્યા બાદ હવે થોડુ સારુ લાગી રહ્યું છે. માલવની આ પોસ્ટ પર તેની પત્નીએ કહ્યુ કે આઇ લવ યુ માલવ, તમે તમારુ ધ્યાન રાખજો અને સુરક્ષિત રહેજો. તમને જણાવી દઇએ કે માલવની પત્ની શૉમાં રિટા રિપોર્ટરનુ પાત્ર ભજવે છે.

શૉનું શૂટિંગ શરૂ થતા પહેલા માલવેમૉક શૂટની તસવીરો સોશિયલ મિડીયા પર શૅર કરી હતી. શૉની વાત કરવામાં આવે તો 11 વર્ષથી તારક મેહતા… લોકોનું મનોરંજન કરી રહ્યું છે. શૉની શૂટિંગ બંધ થયુ તે પહેલા શૉમાં પણ કોરોના વાયરસનો પ્લોટ બતાવવામાં આવી રહ્યો હતો.

તારક મહેતાના પાત્રો પણ શૉના શૂટિંગને મિસ કરી રહ્યાં છે. દિલીપ જોશીએ પણ વચ્ચે કહ્યું હતું કે તે શૉના સેટ પર થતી મસ્તીને મિસ કરી રહ્યાં છે. સાથે જ શૉમાં દયાબનનું પાત્ર કરતાં દિશા વાકાણી શૉમાં પરત ફરશે કે નહી તે વાત પર અટકળો ચાલી રહી છે.


દયાબેનની વાપસી પર ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યાં છે, એવા રુમર્સ પણ હતા કે દેબોલિના ભટ્ટાચાર્જી દયા બેનને રિપ્લેસ કરશે પરંતુ હવે દયા બેન શૉમાં પરત ફરશે તેવા પણ સમાચાર આવ્યા છે.

The post તારક મહેતાના ચાહકો માટે ખુશીના સમાચાર,115 દિવસ બાદ શરૂ થયુ શૉનું શૂટિંગ appeared first on Gujju Media.