તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી શકે છે આ એક્ટ્રેસ, 12 વર્ષથી શોમાં નિભાવે છે મહત્વનો કિરદાર

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે કારણે ટીવી સીરિયલ્સના શૂટિંગ પર રોક લગાવી દેવામાં આવી હતી. હવે શરતો સાથે શૂટિંગની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું ટીવી પર કમબેક થઈ ચૂક્યું છે ,અને દર્શકોને આ શો ના નવા એપિસોડ પસંદ પણ આવી રહ્યા છે.

ત્યારે આ શો માંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમા શોમાં અંજલી મેહતાનો રોલ કરનારા એક્ટ્રેસ નેહા મેહતા શો છોડી શકે છે. જણાવી દઈએ કે શોમાં તે તારક મેહતાની પત્નીનું પાત્ર ભજવે છે.

મળતી માહિતી મુજબ નેહા મેહતાએ શો છોડવાની જાણકારી મેકર્સને આપી દીધી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, નેહા કોરોના અને લૉકડાઉનને કારણે સેટ પર નવા એપિસોડ માટે પહોંચી શકતી નથી. આના પહેલા શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણની પણ શો છોડવાની વાતો સામે આવી હતી. જોકે, મેકર્સે આ વાતને ફગાવી દીધી હતી.

શો માં અંજલી મેહતાનું કેરેક્ટર ઘણું રસપ્રદ છે. દર્શકોને તારક અને અંજલીની મજેદાર મીઠો ઝઘડો ખૂબ પસંદ આવે છે. અંજલી તારકને વારંવાર ડાયટિંગ માટે કહેતી રહે છે અને બંને વચ્ચે લડાઈ થઈ રહે છે જે લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડે છે.

જણાવી દઈએ કે, ‘તારક મેહતા…’ની ટીમે 10 જુલાઈથી ફરી વખત શૂટિંગ ચાલુ કર્યું હતું. 28 જુલાઈના રોજ શોને 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ શો 2008થી સતત ચાલી રહ્યો છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

The post તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી શકે છે આ એક્ટ્રેસ, 12 વર્ષથી શોમાં નિભાવે છે મહત્વનો કિરદાર appeared first on Gujju Media.