દુનિયાની નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ,જાણો ટોપ 5માં થયો કઇ કઇ કપંનીઓનો સમાવેશ

કોરોના વાયરસની મહામારીની દુનિયાભરનાં માર્કેટ પર ખુબ જ ખરાબ અસર પડી છે. ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન પ્રમાણે ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં 11.7 ટકાની યર ઓન યર ઘટાડો નોંધાયો છે. જો કે આ વચ્ચે સેમસંગ, હુવાવે અને એપલે પોતાની માર્કેટ પોઝિશન જાળવી રાખી છે. 21.1%ની સાથે સેમસંગ પહેલાં નંબર પર, 17.8 ટકાની સાથે હુવાવે બીજા નંબર પર તો 13.3 ટકા માર્કેટ શેર સાથે એપલ ત્રીજા નંબર પર છે.

આ લિસ્ટમાં ચોથા નંબર પર શાઓમી છે. શાઓમીનું માર્કેટ શેર 10.7 ટકા છે. વીવોએ ટોપ 5 બ્રાન્ડ્સમાં પોતાની વાપસી કરતાં 9 ટકા બજાર પર પોતાનો કબ્જો જમાવ્યો છે. વીવોએ કુલ 24.8 મિલિયન યુનિટ્સ શિપ કર્યાં છે.

એક નવા રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ 5G સ્માર્ટફોન માર્કેટની કુલ શિપમેન્ટની સંખ્યા 24 મિલિયનને પાર થઈ ગઈ છે. આ આંકડો 2020ના પહેલા ત્રિમાસિકનો છે. સ્ટ્રેટેજી એનાલિટિક્સે પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે, 5G ડિવાઈઝની માગ છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે રહી છે.

ચીનમાં 5જી સ્માર્ટફોનની ડિમાન્ડ સૌથી વધારે રહી છે. રિપોર્ટ પ્રમાણે સેમસંગ 5જી ડિવાઈઝના શિપમેન્ટમાં સૌથી આગળ રહ્યું છે. સેમસંગ બાદ ચીનની સ્માર્ટફોન કંપની હુવાવે બીજા નંબર પર રહી છે.

The post દુનિયાની નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ,જાણો ટોપ 5માં થયો કઇ કઇ કપંનીઓનો સમાવેશ appeared first on Gujju Media.